બાળકો નહાયા વગર કોલેજ પહોંચ્યા તો પ્રિન્સિપાલ ગુસ્સે થયા,કપડાં ઉતારી ડુબકી મરાવી

PC: livehindustan.com

શિયાળામાં ન્હાવાના માત્ર ઉલ્લેખથી જ ધ્રુજારી છૂટી જાય છે, ત્યાં કોલેજમાં છ બાળકોને ઠંડા પાણીએ નવડાવી દીધા હતા. કારણ માત્ર એટલું જ હતું કે તે ઘરેથી નહાયા વગર કોલેજમાં આવ્યા હતા. આ વાતથી કોલેજના પ્રિન્સિપાલ એટલો નારાજ થયો, કે તેણે છ બાળકોને કોલેજ પાસેની ટ્યુબવેલની ટાંકીમાં નાહવા માટે મજબૂર કર્યા હતા. આ દ્રશ્ય બીજે ક્યાંય નહીં પણ UPના બરેલી જિલ્લામાં જોવા મળ્યું હતું. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં આરોપી પ્રિન્સિપાલ બાળકોને હવે પછી બીજી વખતે નહાઈને આવવાનું કહેતો પણ જોવા મળી રહ્યો છે. વીડિયો વાયરલ થયા પછી લોકોએ પ્રિન્સિપાલની આ કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે.

આ મામલો ફરીદપુરની CS ઇન્ટર કોલેજનો છે. મળતી માહિતી મુજબ, સોમવારે કોલેજના પ્રિન્સિપાલ ડો.રણવિજય યાદવે નહાયા વગર કોલેજમાં આવેલા વિદ્યાર્થીઓને ટ્યુબવેલની ટાંકીમાં નવડાવ્યા હતા. પ્રિન્સિપાલે જાતે જ બાળકો નહાતા હોવાનો વીડિયો બનાવ્યો અને પછી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. આ વીડિયો વાયરલ થતાની સાથે જ પ્રિન્સિપાલ અને ડિપાર્ટમેન્ટ બંને લોકોના નિશાન પર આવી ગયા હતા. ઘણા લોકોએ શિયાળામાં બાળકોને ખુલ્લામાં નવડાવ્યાની ટીકા કરી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવાને લઈને પણ વધુ ટીકા થઈ. DIOS દેવકી સિંહે કહ્યું કે, પ્રિન્સિપાલનો ઈરાદો ખરાબ ન હોઈ શકે, પરંતુ પદ્ધતિ યોગ્ય ન હતી. જો બાળકો સ્નાન કર્યા વગર કોલેજમાં આવ્યા હોય, તો તેમના માતાપિતાને કૉલેજમાં બોલાવીને કાઉન્સેલિંગ કરવું જોઈએ. નહીં કે, તેમને આ રીતે ખુલ્લામાં નવડાવીને વીડિયો વાયરલ કર્યો.

શિયાળામાં બાળકોને ખુલ્લામાં નહાવાની ફરજ પાડતા કોલેજના પ્રિન્સિપાલને લઈને DIOS એ પ્રબંધકને નોટિસ પાઠવી છે. તેમજ પ્રિન્સિપાલ પાસેથી ખુલાસો માંગ્યો હતો. DIOSએ કહ્યું કે, બાળકોના નહાવાનો મામલો તેમના ધ્યાન પર આવ્યો છે, જે સંપૂર્ણપણે ખોટો છે. શિયાળાની ઋતુમાં બાળકોને આ રીતે નવડાવવા ન જોઈએ, જો આવું હતું તો તેમના માતા-પિતા સાથે વાત કરવી જોઈતી હતી.

વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ થયા પછી જ્યારે પ્રિન્સિપાલ ફસાયેલા દેખાયા ત્યારે તેમણે ખુલાસો કર્યો હતો. પ્રિન્સિપાલનું કહેવું છે કે, વર્ગના કેટલાક બાળકો ઘણા દિવસોથી ફરિયાદ કરી રહ્યા હતા. બાળકોએ જણાવ્યું કે કેટલાક બાળકો નહાયા વગર ક્લાસમાં આવી રહ્યા હતા જેના કારણે આખા ક્લાસમાં દુર્ગંધ ફેલાઈ રહી હતી. જ્યારે બાળકોને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ નહાયા વગર આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ પછી તેણે કોલેજમાં લગાવેલા સબમર્સિબલ પમ્પને ચાલુ કરાવ્યું અને તાજું અને ચોખ્ખું પાણી મેળવીને બાળકોને નહાવા માટે કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp