EDએ દરોડા પાડ્યા તો રાજસ્થાનના MLA ઉમેદવાર કાર છોડીને બાઇક પર ભાગ્યા

PC: twitter.com/THEANYSENA/status/1717479471601873336/photo/3

રાજસ્થાનમાં એક તરફ વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, કારણકે 25 નવેમ્બરે ચૂંટણી થવાની છે. તો બીજી તરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડાથી ખળભળાટ મચી ગયો છે. EDએ રાજસ્થાનના કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરના સાથે સાથે મહુઆના કોંગ્રેસના ધારાસભ્ય ઉમેદવાર ઓમ પ્રકાશ હુડલાને ત્યાં પણ દરોડા પાડ્યા હતા. EDના અધિકારીઓ સાથે હુડલાના નજીકના લોકોને પણ સંકજામાં લીધા હતા. સોશિયલ મીડિયામાં એક તસ્વીર ઝડપથી વાયરલ થઇ રહી છે.

વાસ્તવમાં, એક સમયે ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના ખૂબ જ નજીકના ગણાતા ઓમ પ્રકાશ હુડલાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીર વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે EDના દરોડા પછી હુડલા પોતાની કારને રસ્તાની વચ્ચે છોડીને બાઇક પર ભાગી છુટ્યા હતા.

લોકોએ જાણવા માંગી રહ્યા છે કે આ ઓમપ્રકાશ હુડલા કોણ છે? ઓમ પ્રકાશ હુડલા દૌસા જિલ્લાના મહુઆ તાલુકાના હુડલા ગામના છે. ખેડૂત પરિવારમાંથી આવતા, ઓમપ્રકાશ હુડલાના પિતા શિવચરણ મીણા ખેડૂત હતા. રાજકારણમાં પ્રવેશતા પહેલા હુડલા કસ્ટમ વિભાગમાં હતા. વર્ષ 2013માં ઓમ પ્રકાશ હુડલાએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને ભાજપની ટિકિટ પર જીત મેળવી હતી.

હુડલાને વસુંધરા રાજેની ખૂબ નજીક માનવામાં આવે છે. 2013ની વિધાનસભા ચૂંટણીમાં, હુડલાએ ભાજપ સામે બળવો કરીને કિરોરી લાલ મીણાની પત્ની ગોલમા દેવીને મહુઆથી હરાવ્યા હતા. જેમણે ભાજપ સામે બળવો કરીને પોતાની પાર્ટી બનાવી હતી, મહુઆમાંથી. આ પછી વસુંધરા રાજેએ તેમને તેમની સરકારમાં સંસદીય સચિવ બનાવીને હુડલાની કદર કરી હતી.

જો કે રાજકારણનો પવન ફેરવાયો અને કિરોરી લાલ મીણા 2018ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં પાછા ફર્યા હતા. કિરોરી લાલ મીણા અને હુડલા વચ્ચે રાજકીય દુશ્મનાવટ છે. તેથી, આવી સ્થિતિમાં કિરોરી લાલ મીણા નહોતા ઈચ્છતા કે હુડલાને મહુઆથી ટિકિટ મળે. ભાજપે પણ કિરોરી લાલની વાત માનીને મહુઆથી હુડલાની જગ્યાએ કિરોરી લાલ મીણાના ભત્રીજા રાજેન્દ્ર મીણાને ટિકિટ આપી હતી.

વર્ષ 2018ની ચૂંટણીમાં હુડલાએ અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી અને કિરોડી લાલ મીણાના ભત્રીજા રાજેન્દ્ર મીણાને હરાવી દીધો હતો. વર્ષ 2018ની ચૂંટણી પછી ઓમપ્રકાશ હુડલાએ મુખ્યમંત્રી અશોક ગેહલોતને પોતાનું સમર્થન આપ્યું હતું અને સરકારમાં સામેલ થઇ ગયા હતા.

હુડલા હવે ત્રીજી વખત ચૂંટણી રણમેદાનમાં ઉતરેલા છે અને આ વખતે કોંગ્રેસે તેમને ટિકીટ આપી છે. આ બેઠક પરથી કોંગ્રેસને છેલ્લાં બે દશકથી હારનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે હુડલાને ટિકીટ આપવાને કારણે કોંગ્રેસ કાર્યકરોમાં પણ નારાજગી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp