Video: રામની પૈડીમાં પતિએ પત્નીને કર્યું ચુંબન, ગુસ્સે ભરાયેલા લોકોએ માર્યો માર

PC: jansatta.com

રામનગરી અયોધ્યામાં સરયૂ નદીના કિનારે પર્યટકો માટે રામ કી પૈડીને નવપલ્લવિત કરવામાં આવી હતી, તેથી અહીં હંમેશાં લોકોની ભીડ રહે છે. પ્રવાસીઓ હોય કે સામાન્ય અયોધ્યાવાસીઓ, દરેક જણ રામની પૈડીમાં ડૂબકી મારતા જોવા મળશે.તે જ જગ્યાએથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નવવિવાહિત કપલ રામ કી પૈડીમાં નહાતું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન પતિએ પત્નીને કિસ કરી હતી. તેણે કલ્પના પણ કરી ન હતી કે આ ચુંબન માટે તેણે આટલી મોટી કિંમત ચૂકવવી પડશે.

પૈડીમાં સ્નાન કરી રહેલા યુવકોનું એક જૂથ પત્નીને ચુંબન કરનાર પતિ પાસે આવે છે અને પતિ પર અશ્લીલતાનો આરોપ લગાવીને મારવાનું શરૂ કરે છે. પહેલા તો પત્ની તેના પતિને બચાવવાનો પ્રયાસ કરે છે પરંતુ, યુવકોની વધતી ભીડ જોઈને તે ડરી જાય છે. તેનો વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયો ગત 15 જૂનનો છે. દંપતીનું નામ અને સરનામું જાણી શકાયું નથી. વીડિયોમાં દંપતીને પૈડીમાં સ્નાન કરતા દર્શાવવામાં આવ્યા છે. આ દરમિયાન ત્યાં હાજર યુવકોએ પહેલા તેમની નિકટતાનો વીડિયો બનાવ્યો અને બાદમાં યુવકને પૈડીની અંદર માર મારવાનું શરૂ કર્યું. એક પછી એક યુવકો મારવા માંડે છે અને થોડી જ સેકન્ડોમાં તે સામૂહિક મારપીટમાં ફેરવાઈ જાય છે. તેઓ યુવકને માર મારતા પૈડીમાંથી બહાર લઈ ગયા હતા.

ત્યાં હાજર લોકોનો આરોપ છે કે, દંપતિ સાથે સ્નાન કરતી વખતે અશ્લીલતા ફેલાવી રહ્યું હતું. લોકોએ આપત્તિ વ્યક્ત કરી અને કહ્યું કે, સાર્વજનિક સ્થાનો પર આવી અભદ્રતા નહીં ચાલશે. વાત આટલેથી જ ના અટકી. ત્યાં આસપાસ હાજર લોકોએ 30 વર્ષીય યુવકને માર માર્યો. આ દરમિયાન તેની પત્ની રડતી રહી અને પોતાના પતિને છોડવાની વિનંતી કરતી રહી. ત્યાં હાજર અન્ય લોકો આ ઘટનાનો વીડિયો બનાવતા રહ્યા. આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

રામ કી પૈડીના પુનરુત્થાન બાદ આ સ્થળ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. પૈડીમાં ન્હાવા માટે દૂર-દૂરથી મોટી સંખ્યામાં લોકો આવે છે. SSP શૈલેષ પાંડેએ કહ્યું કે, વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવી છે. આ ઘટના ઘણી જૂની છે. કોઈ ફરિયાદ પણ મળી નથી. રામ કી પૈડીમાં ઉમટી રહેલી ભીડને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસને વધારાની તકેદારી રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp