જ્યારે રઘુરામ રાજને પોતાની સહી કરેલી નોટને 'આઈડી કાર્ડ' તરીકે બતાવી હતી

PC: hindi.oneindia.com

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ભૂતપૂર્વ ગવર્નર ડૉ. રઘુરામ રાજને મીડિયા સૂત્રોને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે દેશની અર્થવ્યવસ્થા અને વિકાસની સાથે તેમના અંગત જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો પણ સંભળાવી હતી. તેમણે RBI ગવર્નર તરીકે નોટો પર હસ્તાક્ષર કર્યા હતા ત્યાર નો તેમનો એક અનુભવ પણ શેર કર્યો હતો.

ઈન્ટરવ્યુ દરમિયાન મીડિયા સૂત્રોએ રઘુરામ રાજનને મોટો સવાલ પૂછ્યો હતો. પૂછ્યું કે નોટ પર સહી કરવાથી કેવું લાગે છે? જ્યારે તમે પોતે તમારી જ સહી કરેલી નોટ લઈને બજારમાં લઈ જાઓ છો ત્યારે તમને કેવા પ્રકારની લાગણી થાય છે? આના જવાબમાં રઘુરામ રાજને મજાકમાં કહ્યું, 'મારી સહી કરેલી મોટાભાગની નોટો નોટબંધી સાથે જતી રહી છે. હવે બહુ ઓછી જ બાકી છે.'

નોટ પર હસ્તાક્ષર (સહી) છાપવાની પ્રક્રિયા વિશે, રઘુરામ રાજને કહ્યું, 'જ્યારે તમે ઑફિસમાં જોડાઓ છો, ત્યારે તેઓ એક ફોલ્ડર લઈને આવે છે અને તમને કાળજીપૂર્વક તેના પર સહી કરવાનું કહે છે. એ જ સહી જે પાછળથી નોટો પર છાપવામાં આવે છે. તે હસ્તાક્ષર કર્યા પછી, વ્યક્તિ થોડા સમય માટે ખુશ તો થાય છે અને પણ પછી બધું સામાન્ય થઈ જાય છે.'

રઘુરામ રાજને વધુ એક વાર્તા સંભળાવી. તેમણે કહ્યું, 'જ્યારે હું ક્યાંક જઈ રહ્યો હતો, ત્યારે મારી પાસે મારું ઓળખ પત્ર માંગવામાં આવ્યું. મારી પાસે ઓળખ પત્ર ન હતું, તેથી મેં મારા ખિસ્સામાંથી એક નોટ કાઢી અને તેને બતાવ્યું કે, તે મારી સહી છે. તેથી મારી સહીવાળી નોટ એક જ જગ્યાએ કામમાં આવી. તે પછી ક્યારેય નહીં.' ઈન્ટરવ્યુ દરમિયાન રઘુરામ રાજને તેમના બાળપણ, અભ્યાસ અને કોલેજ સાથે જોડાયેલી ઘણી વાતો પણ કહી.

અહીં તમને જણાવી દઈએ કે, રઘુરામ રાજને અર્થશાસ્ત્રી રોહિત લાંબા સાથે મળીને ભારતના આર્થિક ભવિષ્ય પર એક નવું પુસ્તક લખ્યું છે. 7મી ડિસેમ્બરે રિલીઝ થયેલા આ પુસ્તકનું નામ છે- 'બ્રેકિંગ ધ મોલ્ડ'.

રઘુરામ રાજન ભારતના મુખ્ય આર્થિક સલાહકાર પણ રહી ચૂક્યા છે. પૂર્વ PM મનમોહન સિંહ સરકાર દરમિયાન એક વર્ષ સુધી મુખ્ય આર્થિક સલાહકાર રહ્યા પછી રઘુરામ રાજને RBI ગવર્નરનું પદ સંભાળ્યું હતું. તેઓ ત્રણ વર્ષ સુધી આ પદ પર રહ્યા. રાજન શિકાગો યુનિવર્સિટીની બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં લાંબા સમયથી ભણાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp