પોતાને અર્જૂનના વંશજ કેમ માને છે મેવ મુસ્લિમ? સંભળાવે છે મહાભારતની કથા

હરિયાણાના નૂહ જિલ્લામાં ભડકેલી હિંસા બાદ સોશિયલ મીડિયા સહિત અન્ય જગ્યાઓ પર મેવ મુસ્લિમોની ચર્ચા થઈ રહી છે. મેવાતની આસપાસ વસેલા આ મુસ્લિમ પોતાને અર્જૂનના વંશજ માને છે. દેશની રાજધાની દિલ્હીથી 100 કિલોમીટરની દૂરી પર હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લામાં આ સમુદાયની વસાહત છે. આમ તો મુસ્લિમ ઇસ્લામને માને છે, પરંતુ એક એવી સમગ્ર સંસ્કૃતિનું પાલન કરે છે, જેમાં ઘણા હિન્દુ રીત-રિવાજોનો સમાવેશ થાય છે.

મેવ સમુદાય પોતાની ઉત્પત્તિ રામ, કૃષ્ણ અને અર્જૂન જેવી હિન્દુ હસ્તીઓથી માને છે. તેઓ દીવાળી, દશેરો અને હોળી જેવા ઘણા હિન્દુ તહેવાર પણ મનાવે છે. આ સંપ્રદાયના લોકોની વસ્તી લગભગ 4 લાખ છે અને ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન એમ ત્રણ રાજ્યોના સીમાવર્તી ક્ષેત્રોમાં વસેલા છે. ઉત્તર પ્રદેશમાં તે છતા તાલુકામાં જોવા મળે છે, જ્યારે હરિયાણામાં નૂહ (મેવાત), ગુડગાંવ, ફરીદાબાદ અને પલવલ અને રાજસ્થાનના અલવરમાં વસેલા છે. જે ક્ષેત્રમાં મેવો સમુદાયનું વર્ચસ્વ છે ત્યાં તેઓ પોતાની અનોખી સંસ્કૃતિને સંરક્ષિત રાખવામાં સક્ષમ છે.

શું છે પંડુન કા કડા?

આ સમુદાય લોક મહાકાવ્યો અને ગાથા-ગીતોનું વર્ણન માટે આખા મેવાત ક્ષેત્રમાં પ્રસિદ્ધ છે. તેમની મૌખિક પરંપરા સમુદાયના ઇતિહાસનો અભ્યાસ અને સમજ માટે એક સમૃદ્ધ સ્ત્રોત છે. મેવો દ્વારા ગાવામાં આવેલા મહાકાવ્યો અને ગાથા-ગીતોમાં સૌથી લોકપ્રિય ‘પંડુન કા કડા’ છે, જે મહાભારતનું મેવાતી વર્ઝન છે અને હિન્દુ વિદ્યાથી પ્રાપ્ત થયું છે. તેના માધ્યમથી મેવ મુસ્લિમ મહાભારતની ઓજસ્વી કહાનીઓ સંગીતમય રીતે સાંભળે છે.

પંડુન કા કડા મેવાત ક્ષેત્રના મેવ સમુદાયની એક ખૂબ જ વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ કળા છે. તે આ સમુદાય માટે એક પ્રકારની સાંસ્કૃતિક ઓળખ છે. 16મી સદીમાં સદ્દલાહ મેવ દ્વારા લખવામાં આવેલી કથા (જેના પર આ પરંપરા આધારિત છે)માં પહેલા 2500 દોહા હતા અને તેમની સંગીતમય પ્રસ્તુતિમાં લગભગ 48 કલાક લગતા હતા. કથાની વ્યાખ્યામાં ભપંગ પ્રમુખ વાદ્ય યંત્ર છે, પરંતુ મંડળીયો પ્રદર્શનમાં હાર્મોનિયમ, ઢોલ અને ખંજરીનો પ્રયોગ પણ કરે છે.

જો કે, હવે મેવ કલાકાર જોગીઓ સારંગીનો ઉપયોગ કરતા નથી, જે શરૂઆતી પ્રદર્શનોનો અભિન્ન અંગ કહેવાતી હતી. પારંપરિક રૂપે જોગી મુસ્લિમો દ્વારા પ્રદર્શિત કરવામાં આવતી આ વિદ્યાના અસ્તિત્વ પર હવે દાવ લાગી ચૂક્યો છે. ટેક્નિકના વધતા ઉપયોગથી તેના સંરક્ષણમાં કમી આવી ચૂકી છે. ઘણા મેવ આ જ મહાકાવ્યોના માધ્યમથી પોતાની ઉત્પત્તિની જાણકારી બતાવે છે જે તેમને અર્જૂનના વંશજના રૂપમાં વર્ણીત કરે છે.

મેવ અત્યારે પણ એક આકર્ષક પરંપરાને જીવિત રાખેલ છે. એ હિન્દુ વંશાવલીવિદો દ્વારા તેમની વંશવાલીની જાણકારી લગાવવી છે, જેમણે જગ્ગા નામથી ઓળખવામાં આવે છે. મેવ સમુદાયમાં જગ્ગા કોઈ પણ જીવનચક્ર સમારોહનો એક અનિવાર્ય હિસ્સો છે. એમ માનવામાં આવે છે બારમી અને સોળમી સદી વચ્ચે મેવ ધીરે ધીરે ઇસ્લામમાં પરિવર્તિત થઈ ગયા. તેમના નામથી તેમની હિન્દુ ઉત્પત્તિ સ્પષ્ટ થાય છે કેમ કે મોટાભાગના મેવ પણ સિંહ ટાઇટલ રાખે છે, જે સમુદાયની સમન્વયવાદી પ્રકૃતિને પ્રગટ કરે છે.

લેખિકા સબા નકવી મુજબ, મેવાતના ગ્રામીણ વિસ્તારોમાં અત્યારે પણ મેવ સમુદાય અને હિન્દુ સમુદાય વચ્ચે સંસ્કૃતિ અને રીત-રિવાજોમાં ભેદ કરવું મુશ્કેલ છે, પરંતુ ગામથી શહેર તરફ વધવા પર તેમાં બદલાવ જોવા મળે છે. મેવ મુસ્લિમ હવે હિન્દુ સંસ્કૃતિ છોડવા લાગ્યા છે. આ બદલાવ અયોધ્યામાં બાબરી વિધ્વંસ બાદ આવ્યો છે. અયોધ્યા આંદોલન અને તેના પરિણામસ્વરૂપ શાંતિપૂર્ણ મેવાત બેલ્ટમાં પણ સાંપ્રદાયિક દંગા થયા હતા. ત્યારથી સામુદાયિક લામબંદી રાજનૈતિક લાભના આધાર પર થતી રહી છે.

વર્ષ 2011-12માં પણ મેવાતમાં ભયાનક સાંપ્રદાયિક હિંસા થઈ હતી. ત્યારે ત્યાંના મુસ્લિમ સમુદાયે રાજ્ય સરકાર પણ ગોળીબારીમાં તેમને નિશાનો બનાવવાનો આરોપ લગાવ્યો હતો, જેમાં એક ગામમાં 10 કરતા વધુ લોકો માર્યા ગયા હતા. એ સિવાય જ્યારથી RSS અને ભાજપ રાજ્યમાં શક્તિશાળી રાજનૈતિક તાકત બનીને ઉભર્યા છે ત્યારથી મોટા ભાગના મેવોએ પોતાની ઓળખ એક મુસ્લિમના રૂપમાં બતાવવાની શરૂ કરી દીધી છે. એટલે મેવાત ક્ષેત્રમાં મેવ મુસ્લિમોની ઓળખનો પ્રશ્ન એક જટિલ અને બદલાતા પરિદૃશ્યમાં બદલાઈ ચૂક્યા છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.