ચૂંટણીમાં બોન્ડમાં સૌથી વધારે રૂપિયા આપનાર લોટરી કિંગ કોણ છે?

PC: abplive.com

ચૂંટણી બોન્ડના માહિતી જેવી ચૂંટણી પંચે પોતાની વેબસાઇટ પર જાહેર કરી તેની સાથે બોન્ડ ખરીદનારાઓની ચર્ચા શરૂ થઇ છે. તેમાં પણ સૌથી વધારે બોન્ડ ખરીદનાર ફ્યુચર ગેંમિંગની ચર્ચા ચાલે છે. આ કંપનીએ 2019થી 2024 સુધીમાં 1368 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા છે અને તેના માલિકનું નામ સેંટીયાગો માર્ટિન છે, તેને લોટરી કિંગ તરીકે ઓળખવાં આવે છે.

સેંટીયાગો માર્ટિન મ્યાનમારમાં મજૂરીનું કામ કરતો હતો, તે 1988માં ભારત આવ્યો અને તમિલનાડુમાં તેણે 1991માં લોટરીનો ધંધો શરૂ કર્યો હતો. એ પછી તે કેરળ અને કર્ણાટકમાં પણ બિઝનેસ વિસ્તાર્યો. પૂર્વોત્તરમાં તેણે સરકારનો લોટરી પ્રોજેક્ટ સંભાળ્યો હતો. એ પછી ભૂતાન અને નેપાળમાં પણ ધંધો વધાર્યો.

2019માં EDએ તેની 250 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. 2 એપ્રિલમાં EDએ તેની 409.92 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. સંપત્તિ જપ્ત કર્યાના 5 દિવસ પછી એટલે કે 7 એપ્રિલે માર્ટિને 100 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા. જુલાઇમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેની 119.6 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp