લાખોની નોકરી છોડીને આદિત્યએ UPSCમાં ટોપ કરીને દેખાડ્યું, રસપ્રદ છે કહાની

PC: ndtv.com

UPSC CSE 2023ના પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના રહેવાસી આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે. આદિત્યની આ ઉપલબ્ધિ પર આજે તેમનો આખો પરિવાર અને મિત્ર ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. આદિત્ય હંમેશાં અભ્યાસમાં ટોપર રહ્યો છે. આદિત્યનો અત્યાર સુધીનો અકાદમી રેકોર્ડ જોઈએ તો તેમણે જે પણ પરીક્ષા આપી છે, તેમાં હંમેશાં ટોપ કર્યું છે. આવો આ આર્ટિકલમાં જાણીએ રસપ્રદ કહાની.

આદિત્ય બાળપણથી જ ભણવામાં નંબર વન રહ્યા છે. UPSCમાં પણ તેમણે પહેલો રેન્ક હાંસલ કરીને એ સાબિત કરી દીધું છે. મહેનત અને લગનથી દરેક ઊંચાઈને હાંસલ કરી શકાય છે. તેમનો પ્રાથમિક અભ્યાસ લખનૌ સ્થિત CMS સ્કૂલ અલીગંજમાં થઈ છે, જે એક પ્રતિષ્ઠિત સ્કૂલ છે. આ સ્કૂલથી આદિત્યએ 12માં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે, પછી 10મુ હોય કે 12મું. આદિત્યએ હંમેશાં ટોપમાં જ પોતાની જગ્યા બનાવી. આદિત્યએ ધોરણ 10માં 97.8 અને ધોરણ 12માં 97.5 પરસેન્ટ હાંસલ કરી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Abhishek Dawachya (@ips_dawachya)

એટલું જ નહીં JEE મેઇન્સ અને એડવાન્સ પરીક્ષામાં પણ સારો રેન્ક હાંસલ કરીને IIT કાનપુરમાં બી.ટેકમાં એડમિશન લીધું. અહી બી.ટેકના અભ્યાસ પણ આદિત્યએ 9.7 CGPA હાંસલ કર્યો હતો, ત્યારબાદ UPSC પરીક્ષામાં પણ તેનો પહેલો રેન્ક આવ્યો છે. 12મું ધોરણ પાસ કર્યા બાદ આદિત્યએ JEE મેઇન્સની તૈયારી કરી અને આ પરીક્ષાને પાસ કરી દેખાડી. JEE ક્લિયર કર્યા બાદ આદિત્યએ પ્રાઇવેટ કંપનીમાં પણ નોકરી કરી. જ્યાં તેની સેલેરી દર મહિને અઢી લાખ હતી. લાખોમાં કમાઈ રહેલા આદિત્યએ પછી દેશની કઠિન પરીક્ષાઓમાંથી એક UPSC ક્લિયર કરવાનું વિચાર્યું. ત્યારબાદ આદિત્યએ તનતોડ મહેનત કરી અને પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા.

UPSC માટે તેમણે ઓપ્શનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઓપ્શનલ સબ્જેક્ટ રાખ્યો હતો. આજે તેમની મહેનત રંગ લાવી છે. આદિત્યએ UPSCની પરીક્ષામાં પહેલો રેન્ક હાંસલ કર્યો છે. લખનૌના રહેવાસી અને UPSC ટોપર આદિત્ય શ્રીવાસ્તવ વર્તમાન સમયમાં પશ્ચિમ બંગાળમાં અંડર ટ્રેનિંગ IPS પદ પર કાર્યરત છે. તેમના પિતા અજય શ્રીવાસ્તવ સેન્ટ્રલ ઓડિટ ડિપાર્ટમેન્ટમાં AAOના પદ પર કાર્યરત છે. આદિત્યની નાની બહેન પણ પોતાના ભાઈની જેમ UPSC પરીક્ષા ક્લિયર કરવા માગે છે. તે પણ નવી દિલ્હીમાં સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહી છે. આદિત્યની માતા આભા શ્રીવાસ્તવ હાઉસ વાઈફ છે. આદિત્યનું બાળપણ લખનૌમાં જ વીત્યું છે. તેઓ લખનૌના મવૈયા વિસ્તારનો રહેવાસી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp