PM મોદીએ ફિલ્મ RRRને યાદ કરીને રેવંત રેડ્ડી પર નિશાનો સાધ્યો. કોણ હતા અસલી હીરો

PC: google.com

સફળ ફિલ્મોમાંથી એક એસ.એસ. રાજામૌલી દ્વારા ડિરેક્ટેડ સાઉથની ફિલ્મ રાઇઝ રોર રિવૉલ્ટ (RRR)એ જબરદસ્ત કમાણી કરી હતી. આ ફિલ્મ વર્લ્ડવાઇડ 700 કરોડના આંકડાને પાર કરી ચૂકી છે. ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર NTRએ મુખ્ય ભૂમિકા ભજવી છે જ્યારે આલિયા ભટ્ટ અને અજય દેવગને કેમિયો કર્યો છે. કહેવામાં આવે છે કે આ ફિલ્મ રિયલ લાઇફના બે હીરો પર આધારિત છે જેમણે બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજોની નાકમાં દમ કરી રાખ્યો હતો. આ ફિલ્મ હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક નિવેદનને લઇને પણ ચર્ચામાં છે. તેમણે આ ફિલ્મની વાત કરતા કહ્યું હતું કે એક ફિલ્મ આરઆરઆર આવી હતી. હવે તેંલગણામાં આરઆર ટેક્સ લાગે છે. એટલે કે રેંવત રેડ્ડી ટેક્સ. આટલા સમય પછી પણ ફિલ્મની ચર્ચા થઇ રહી છે.  

ડિરેક્ટર રાજામૌલીનું કહેવું છે કે પ્રસિદ્ધ ક્રાંતિકારી અલ્લૂરી સીતારામ રાજૂ અને કોમારામ ભીમની જિંદગી પર આધારિત આ ફિલ્મને ફિક્શનલ રૂપ આપવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે ક્રાંતિકારીઓના જીવન બાબતે વધુ જાણકારી નથી પરંતુ આ કાલ્પનિક કહાની દ્વારા એ દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે તેમના જીવનમાં શું થયું હતું અને જો બંને એક સાથે મળી ગયા હોત તો શું થતું.

કોણ હતા અલ્લૂરી સીતારામ રાજૂ અને કોમારામ ભીમ?

અલ્લૂરી સીતારામ રાજૂનો જન્મ વર્ષ 1897મા વિશાખાપટ્ટનમમાં થયો જતો જ્યારે કોમારામ ભીમે ઇ.સ. 1900મા આદિલાબાદમાં સંકેપલ્લીમાં પોતાની આંખો ખોલી હતી. અલ્લૂરી સીતારામ રાજૂ અંગ્રેજોના અત્યાચારોનો સામનો કરતા મોટા થયા તો કોમારામ ભીમે અંગ્રેજોની બર્બરતા ઝીલી. બંને નાની ઉંમરથી જ અત્યાચાર વિરુદ્ધ લડવા માંગતા હતા. અલ્લૂરી સીતારામ રાજૂને સાંસારિક સુખ સારા ન લાગ્યા અને તેમણે 18 વર્ષની નાનકડી ઉંમરમાં સાધુ બનવાનો નિર્ણય લીધો.

સીતારામ રાજૂ વિશે જાણકારી મળી છે તે મુજબ ઓછી ઉંમરમાં તેમણે મુંબઈ, વડોદરા, બનારસ, ઋષિકેશનો પ્રવાસ કર્યો અને તેઓ દેશના તમામ યુવાઓની જેમ મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત હતા. વર્ષ 1920ની આસપાસ તેમણે આદિવાસી લોકોને દારૂ છોડીને પોતાની સમસ્યા પંચાયતમાં હલ કરવાની સલાહ આપી. જોકે એ સમય સુધીમાં તેઓ અંગ્રેજોના અત્યાચારોના સાક્ષી બની ચૂક્યા હતા. તેની ઊંડી અસર સીતારામ રાજૂ પર પણ પડી અને થોડા સમય બાદ તેમણે મહાત્મા ગાંધીના અહિંસાના વિચારો ત્યજી દીધા. મોટા થવા પર કોમારામ ભીમે કેટલાક આદિવાસી સાથીઓને એકત્ર કર્યા અને હૈદરાબાદની આઝાદી માટે વિદ્રોહ કરી દીધો.

તેઓ ગોરિલ્લા યુદ્ધમાં માહિર હતા. વર્ષ 1928થી લઈને વર્ષ 1940 સુધી તેમણે નિઝામના સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો અને પોતાના લોકો માટે એક યુદ્ધમાં લડતા વીરગતિ પામ્યા. બીજી તરફ સીતારામ રજૂએ અંગ્રેજો સામે સારો એવો સામનો કર્યો અને વર્ષ 1922થી વર્ષ 1924 સુધી ચાલેલા રામ્પા વિદ્રોહનું નેતૃત્વ કર્યું. તેમણે અંગ્રેજોની નાકમાં દમ કરી રાખ્યો હતો. તેનાથી પરેશાન થઈને અંગ્રેજોએ તેમની વિરુદ્ધ દમન નીતિ અપનાવી અને તેમને એક ઝાડ સાથે બાંધીને ગોળીઓ મારી દેવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp