મુકેશ અંબાણીના વેવાઇ અને અનંતના સસરા વિરેન મર્ચન્ટ પણ કંઈ ઓછા પૈસાવાળા નથી

PC: twitter.com

ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નામથી આપણે બધા પરિચિત છીએ, પરંતુ આપણામાંથી ઘણાને તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટના પિતા વિરેન મર્ચન્ટ વિશે કદાચ ખબર નહીં હોય. વિરેન મર્ચન્ટ પણ અંબાણીની જેમ બિઝનેસમેન છે. તેમની બે દીકરીઓ રાધિકા અને અંજલિ મર્ચન્ટે પણ બિઝનેસમાં પોતાનું નામ બનાવ્યું છે.

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના સસરા વિરેન મર્ચન્ટ એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના CEO છે. આ સિવાય તેઓ ઘણી કંપનીઓના ડાયરેક્ટર પણ છે. તેમાં અનકોર પોલીફેક, એનકોર બિઝનેસ, અનકોર નેચરલ પોલીમર્સ, ઝેડવાયડી ફાર્મા અને સાંઇ દર્શન બિઝનેસ સેન્ટરનો સમાવેશ થાય છે.

મુકેશ અંબાણીના વેવાઇ વિરેન મર્ચન્ટને લાઇમલાઇટમાં રહેવું પસંદ નથી. તેઓ તેમના અંગત અને વ્યાવસાયિક જીવનને સમાચારમાં લાવવા માંગતા નથી. કહેવાય છે કે તેમની કુલ સંપત્તિ 755 કરોડ રૂપિયા છે. વિરેનની પુત્રી અંજલિ મર્ચન્ટ ડ્રાયફિક્સની સહ-સ્થાપક છે, જ્યારે રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડની ડિરેક્ટર છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ થોડા દિવસોમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. મુકેશ અંબાણીના હોમટાઉન જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રી-વેડિંગ ફંક્શન 1 માર્ચથી શરૂ થયું છે, જે 3 માર્ચ સુધી ચાલશે. અનંત અને રાધિકાની ગયા વર્ષે સગાઈ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp