કોણ છે 41 મજૂરોને બચાવવામાં લાગેલા એક્સપર્ટ અર્નોલ્ડ ડિક્સ, 3 દશકોમાં..

PC: thehindu.com

છેલ્લા 13 દિવસથી ઉત્તરકાશીની સિલ્ક્યારા સુરંગમાં ફસાયેલા 41 મજૂરો બહાર આવે તેની કાગડોળે રાહ જોવામાં આવી રહી છે. રેસ્ક્યૂ ટીમ દિવસ-રાત બચાવ અભિયાનમાં લાગી છે. જો કે, વારંવાર આવી રહેલી રૂકાવટના કારણે ઓપરેશન પૂરું થવામાં મોડું થઈ રહ્યું છે. કુલ 5 એજન્સીઓ ONGC, SJVNL, RVNL, NHIDCL અને THDCL રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલી છે. હવે બધાને અલગ-અલગ જવાબદારી આપવામાં આવી છે. આ દરમિયાન એક વ્યક્તિ એવા છે જેઓ આ ઓપરેશનમાં જોડાવાથી મજૂરો બહાર આવવાનો ભરોસો હજુ મજબૂત થઈ ગયો છે.

આ વ્યક્તિ છે ટનલ એક્સપર્ટ પ્રો. અર્નોલ્ડ ડિક્સ. ઓસ્ટ્રેલિયા સ્થિત ઇન્ટરનેશનલ ટનલિંગ એન્ડ અંડરગ્રાઉન્ડ સ્પેસ એસોસિએશનના અધ્યક્ષ અર્નોલ્ડ ડિક્સ એ એક્સપર્ટ્સમાંથી છે, જેમની પાસે રેસ્ક્યૂ ટીમો સલાહ લઈ રહી છે. અર્નોલ્ડ ડિક્સ અંડરગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિલ્ડિંગ્સ અને ટ્રાન્સપોર્ટ રિસ્કના એક્સપર્ટ છે. તેમને કાયદા અને એન્જિનિયરિંગ બંને જ વસ્તુમાં વિશેષજ્ઞતા હાંસલ કરી છે, જેના કારણે તેમણે ઘણા મુશ્કેલ મામલાઓને પોતાની સૂઝબૂઝથી ઉકેલ્યા છે. તેઓ અંડરગ્રાઉન્ડ ઇન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા રિસ્ક્સ પર પણ સલાહ આપે છે અને ભૂમિગત સુરંગ બનાવવામાં દુનિયાના શાનદાર એક્સપર્ટ્સમાંથી એકના રૂપમાં ઓળખાય છે.

તેઓ બ્રિટિશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્વેસ્ટિગેશનના સભ્ય પણ છે. તેઓ વિશેષજ્ઞ અંડરગ્રાઉન્ડ વર્ક્સ ચેમ્બર્સના સભ્ય, વિક્ટોરિયન બારના સભ્ય અને ટોક્યો યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ (સુરંગો)ના વિઝિટિંગ પ્રોફેસર છે. 3 દશકના તેમના કરિયરમાં એન્જિનિયરિંગ, ભૂ-વિજ્ઞાન, કાયદા અને જોખમ મેનેજમેન્ટ બાબતે એક અનોખુ મિશ્રણ જોવા મળ્યું છે. એક બેરિસ્ટરના રૂપમાં પોતાના કાયદાકીય કાર્ય સિવાય અર્નોલ્ડ ડિક્સને એક અન્વેષક, વિશેષ સાક્ષી, સલાહકાર અને મધ્યસ્થના રૂપમાં નિમણૂક કરી શકાય છે.

ઘટનાસ્થળ પર પહોંચ્યાના તુરંત બાદ અર્નોલ્ડ ડિક્સએ સિલ્ક્યારા સુરંગ સ્થળનું નિરીક્ષણ કર્યું અને એ એજન્સીઓ સાથે વાત કરી જે બચાવ કાર્યમાં સામેલ છે. અર્નોલ્ડ ડિક્સને ભરોસો છે કે ઘણી એજન્સીઓ અને યોજનાઓ સાથે તેઓ ફસાયેલા મજૂરોને બજાર કાઢવામાં સફળ થશે. ગુરુવારે અર્નોલ્ડ ડિક્સે જણાવ્યું હતું કે સુરંગની અંદર ફસાયેલા બધા 41 મજૂરોને ક્રિસમસ સુધીમાં બચાવી લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp