કોણ છે બાબા બાલકનાથ, જેમનું રાજસ્થાનના CM તરીકે નામ ચાલી રહ્યું છે

PC: aajtak.in

રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જીતીને જબરદસ્ત વાપસી કરી છે. ભાજપે રાજસ્થાનમાં 115 બેઠક પર જીત મેળવી છે અને તે સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે CM કોણ બનશે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આમાં ઘણા નામ ચર્ચામાં છે સૌથી પહેલું નામ વસુંધરા રાજેનું આવે, પરંતુ એવા રિપોર્ટ છે કે રાજસ્થાનને નવો ચહેરો મળી શકે છે. આમાં બે નામ સૌથી ઉપર ચાલે છે અને તે છે દીયા કુમારી અને બાબા બાલકનાથ. દીયા કુમારીને તો બધા જાણતા હશે, કારણ કે તેઓ શાહી પરિવારમાંથી આવે છે. પરંતુ તેમના કરતા વધુ નામ બાબા બાલકનાથનું ચર્ચામાં છે. કહેવાય છે કે, UPની જેમ રાજસ્થાનમાં પણ ભાજપ બાબાને CMની ખુરશી પર બેસાડી શકે છે.

આજતક એક્સિસ માય ઈન્ડિયા Exit Pollમાં જ્યારે લોકોને મુખ્યમંત્રી પદ માટે સવાલ કરાયો હતો ત્યારે પહેલી પસંદ અશોક ગેહલોત હતા. સર્વેમાં જે લોકો સાથે વાત થઈ તેમાં ગેહલોતને 31 ટકા લોકો મુખ્યમંત્રી બનતા જોવા માગે છે એવું આવ્યું હતું. જો કે, બીજા નંબર પર આ લિસ્ટમાં ન તો વસુંધરા રાજે છે અને ન તો સચિન પાયલટ. મુખ્યમંત્રી પદ માટે બીજા નંબર પર લોકોની પસંદ મહંત બાલકનાથ હતા. બાલકનાથ યોગીને સર્વેમાં સામેલ 10 ટકા લોકો મુખ્યમંત્રીના રૂપમાં જોવા માગે છે.

કોણ છે બલકનાથ યોગી?

બાલકનાથ યોગી અલવરથી સાંસદ છે. ભાજપે તેમને તિજારા વિધાનસભાથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપના ફાયરબ્રાન્ડ નેતાઓમાં સામેલ બાબા બાલકનાથનો પહેરવેશ યોગી આદિત્યનાથ જેવો રહે છે. આ જ કારણ છે કે ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમના પર ભરોસો દેખાડ્યો હતો. તેઓ ભાજપના હિન્દુવાદી એજન્ડા પર ફિટ બેસે છે. આ જ કારણ છે કે ચૂંટણી અગાઉ જ્યારે રાજસ્થાનમાં ભાજપે પોતાની એકાઈની જાહેરાત કરી હતી, ત્યારે તેમને ઉપાધ્યક્ષ બનાવ્યા હતા.

મહંત બાલકનાથ યોગીનો જન્મ 16 એપ્રિલ 1984ના રોજ રાજસ્થાનના અલવર જિલ્લાના કોહરાના ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ સુભાષ યાદવ અને માતાનું નામ ઊર્મિલા દેવી છે. માતા-પિતાના એકમાત્ર સંતાન છે અને તેમના પરિવારમાં તેમના દાદા ફુલચંદ યાદવ અને દાદી મા સંતરો દેવી છે. તેમનો પરિવાર ખૂબ લાંબા સમયથી જનકલ્યાણ અને સાધુ સંતોની સેવા કરે છે. તેમના પરિવારે તેમને માત્ર 6 વર્ષની ઉંમરમાં આધ્યાત્મનો અભ્યાસ કરવા માટે મહંત ખેતાનાથ પાસે મોકલી દીધા હતા.

મહંત ખેતાનાથે તેમને બાળપણથી ગુરુમુખ નામ આપ્યું હતું. મહંત ખેતાનાથ પાસેથી પોતાની શિક્ષા-દીક્ષા હાંસલ કર્યા બાદ તેઓ મહંત ચાંદ નાથ પાસે ગયા. મહંત ચાંદ નાથે તેમની બાળક પ્રવૃત્તિઓને જોઈને તેમને બાલકનાથ કહેવાનું શરૂ કરી દીધું હતું. મહંત ચાંદ નાથે તેમને 29 જુલાઇ 2016ના રોજ પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા હતા. મહંત બાલકનાથ યોગી હિન્દુ ધર્મના નાથ સંપ્રદયના આઠમા સંત છે. બાલકનાથ યોગી બાબા મસ્તનાથ યુનિવર્સિટીના ચાન્સેલર પણ છે.

યોગી જેવા ભગવા વસ્ત્રોમાં દેખાતા બાબા બાલકનાથ મોટા ભાગે પોતાના આક્રમક વલણના કારણે ચર્ચામાં રહે છે. બાબા બાળકનાથે વર્ષ 2019માં પહેલી લોકસભાની ચૂંટણી જીતી. તેમણે કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભંવર જિતેન્દ્ર સિંહને 3 લાખ કરતા વધુ મતોથી હરાવ્યા હતા. બાલકનાથ એ જ નાથ સંપ્રદાયના મહંત છે, જ્યાંથી યોગી આદિત્યનાથ જોડાયેલા છે. બાલકનાથ રોહતક સ્થિત બાબા મસ્તનાથ મઠના મહંત છે. નાથ સંપ્રદાયની પરંપરા મુજબ યોગી આદિત્યનાથ રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તો રોહતકની ગાદીને ઉપાધ્યક્ષની પદવી હાંસલ છે. એવામાં તેઓ મુખ્યમંત્રી યોગીના પણ નજીકના માનવામાં આવે છે.

બાલકનાથ OBC કેટેગરીથી આવે છે. તેમણે ચૂંટણી પાંચમા પોતાનું નામાંકન દાખલ કર્યો. તે મુજબ, તેમની ઉંમર 39 વર્ષ છે. તેમની પાસે રોકડ 45 હજાર રૂપિયા. SBI પાર્લિયામેન્ટ હાઉસ સંસદ ભવન નવી દિલ્હીમાં 13,29,558 રૂપિયા છે. એ સિવાય SBI તિજારા શાખામાં એક અન્ય બેંક ખાતામાં 5 હજારની રકમ જમા છે. એ હિસાબે બેંકમાં કુલ જમા રકમ 13,79,558 છે. તેમણે 12માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp