કોણ છે IPS કામ્યા મિશ્રા, જાણો કેમ ચર્ચામાં આવ્યા?
VIP પાર્ટીના ચીફ મુકેશ સહનીના પિતા જીતન સહનીના હત્યા કેસમાં બિહાર પોલીસે પટનાથી આવેલા અધિકારીને તપાસ સોંપી છે. મુકેશ સહનીના પિતા જીતન સહની હત્યાકાંડની તપાસ દરભંગા ગ્રામીણ SP કામ્યા મિશ્રાને સોંપવામાં આવી છે. બિહારમાં તેમની પહેલી પોસ્ટિંગ પટનામાં આસિસટેન્ટ પોલીસ કમિશનર (ACP)ના રૂપમાં થઈ હતી. વર્ષ 2021માં કામ્યા મિશ્રાએ અવધેશ સરોજ સાથે લગ્ન કર્યા, જે બિહાર કેડરના એક IPS અધિકારી અને IIT બોમ્બેના પૂર્વ વિદ્યાર્થી છે.
કામ્યા મિશ્રાએ વર્ષ 2019માં પોતાના પહેલા પ્રયાસમાં 172મો રેન્ક હાંસલ કરતા UPSC સિવિલ સેવા પરીક્ષા પાસ કરી હતી. તેમણે 22 વર્ષની ઉંમરમાં જ ભારતીય પોલીસ સેવા (IPS) જોઇન્ટ કરી લીધી હતી. જ્યાં તેમણે UPSC પરીક્ષા પાસ કરવાની યાત્રા શરૂ કરવાનો નિર્ણય લીધો. UPSC સિવિલ સેવ પરીક્ષામાં તેમનો ઓપ્શનલ સબ્જેક્ટ પોલિટિકલ સાયન્સ જ હતો. તેમણે પોતાનો પ્રાથમિક અભ્યાસ ઓરિસ્સાની IIT ઇન્ટરનેશનલ સ્કૂલથી કર્યો.
તેમણે દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રી રામ કૉલેજથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો. કામ્યા બાળપણથી જ એક મેઘાવી વિદ્યાર્થિની હતા. તેઓ વર્ષ 2014માં પોતાની ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 98.6 ટકા માર્કસ સાથે CBSE રિજનલ ટોપર હતા. ઉલ્લેખનીય છે કે, VIP પાર્ટીના અધ્યક્ષ અને બિહારના પૂર્વ મંત્રી મુકેશ સહનીના પિતા જીતન સહનીની ધારદાર હથિયારોથી હત્યા કરવામાં આવી છે. આ હત્યા તેમના બિરોલ સ્થિત પોતાના આવાસ પર જ કરવામાં આવી છે. શબ ક્ષત-વિક્ષત અવસ્થામાં પડ્યું હતું, તેને જોતા લોકો પણ કંપી ઉઠ્યા.
ઘટનાસ્થળ પર રૂમમાં બધો સામાન વિખેરાયેલો હતો. ઘટનાસ્થળ પર તપાસ માટે પહોંચેલા SDPO મનીષ ચંદ્ર ચૌધરીએ કહ્યું કે, એમ લાગી રહ્યું છે કે ઘરમાં ચોરીની નિયતથી ચોર ઘૂસ્યા હતા. આ દરમિયાન મુકેશ સહનીના પિતાની ઊંઘ ઊડી ગઈ હશે. પછી તેમણે તેમનો વિરોધ કર્યો હશે, તો તેમની હત્યા કરી દેવામાં આવી, પરંતુ અસલી વાત પોસ્ટમોર્ટમ અને બાકી તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. હવે હાઇપ્રોફાઇલ કાંડના ખુલાસા માટે બિહારના લેડી સિંઘમ નામથી પ્રસિદ્ધ IPS કામ્યા મિશ્રાને તપાસ સોંપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp