કોણ છે IPS શિવદીપ લાંડે, જે એક જાહેરાતના કારણે ફરી આવ્યા ચર્ચામાં

PC: news18.com

બિહારમાં સિંઘમ નામથી ફેમસ મુજફ્ફરપુર તિરહુત રેન્જના IG શિવદીપ વામન રાવ લાંડે ફરી એક વખત ચર્ચામાં આવી ગયા છે. તેમણે મંજૂરી વિના તેમની તસવીર ઉપયોગ કરવાના મામલે 4 લોકો વિરુદ્વ ફરિયાદ નોંધાવી છે. આ મામલો મુજફ્ફરપુરના નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ટાઉન SHO વિજય કુમાર સિંહે તેની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનિય છે કે એક ટેલેન્ટ હંટ શૉ માટે ચર્ચિત અખબારની જાહેરાતમાં IG શિવદીપ લાંડેની તસવીર છાપવામાં આવી હતી.

તેમા IG વર્દીમાં નજરે પડી રહ્યા છે. તેમણે આ મામલે તરત જ સંજ્ઞાન લેતા ગંભીર બતાવ્યો અને મંજૂરી વિના તેમની તસવીર છાપનારા વિરુદ્વ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા. પોલીસે ઉપરોક્ત જાહેરાત જાહેર કરનારી સંસ્થા સહિત 4 લોકો વિરુદ્વ ફરિયાદ નોંધી. જેમાં એક યુટ્યુબર પણ સામેલ છે. વિજય કુમારે જણાવ્યું કે, IG લાંડેએ સોશિયલ મીડિયા પર પોતે જણાવ્યું કે, તેમની જાણકારી વિના એક જાહેરાતમાં તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો, જે અનુચિત કાર્ય છે.

સંસ્થાએ પોતાના અંગત લાભ માટે તેમની તસવીરનો ઉપયોગ કર્યો કે ફ્રોડ કરવા અને નામનો ખોટો ઉપયોગ કરવાની શ્રેણીમાં આવે છે. એટલે આ કાર્ય કરનારાઓ વિરુદ્વ તાત્કલિક ફરિયાદ નોંધવામાં આવે. SHOએ જણાવ્યું કે, શનિવારે નગર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 419,420,468,479,500,502, 120 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ટેલેન્ટ હંટ શૉ સાથે જોડાયેલા 4 વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવશે.

કોણ છે શિવદીપ લાંડે?

શિવદીપ લાંડેનો જન્મ વર્ષ 1976મા મહારાષ્ટ્રના વિદર્ભના અકોલા જિલ્લામાં થયો હતો. ખેડૂત પરિવારમાં જન્મેલા શિવદીપ લાંડે બાળપણથી જ ભણવમાં હોશિયાર હતા. 2006મા તેમણે UPSC ક્લિયર કરી અને બિહાર કેડરથી IPS બન્યા. ત્યાના નક્સલગ્રસ્ત ક્ષેત્રમાં તેમની ટ્રેનિંગ થઈ. તેઓ પટના, અરરિયા, પૂર્ણિયા અને જમાલપુરમાં રહી ચૂક્યા છે. રોહતાસના SP રહેતા શિવદીપ લાંડેએ ગેરકાયદેસર કરોબાર પર લગામ લગાવી. ત્યારબાદ તેઓ ચર્ચામા આવી ગયા.

શિવદીપ લાંડે મહિલાના વેશમાં ઉત્તર પ્રદેશ પોલીસના એક ઇન્સ્પેક્ટરને પકડવા પહોચી ગયા હતા, જેને લઈને ખૂબ વિવાદ થયો હતો. ત્યારબાદ શહેરની વચ્ચોવચ 3 દારૂડિયાઓમાંથી એક યુવતીને બચાવીને હીરો બની ગયા હતા. શિવદીપ લાંડે પોતાની દબંગ સ્ટાઇલના કારણે બિહારના યુવાઓમાં ખૂબ ફેમસ છે. તેઓ તેજ IPS અધિકારી તરિકે ઓળખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp