48 કલાકમાં જ કાજલ વર્માનો BJPથી મોહભંગ, જાણો શું થયું

PC: birbalsamachar.in

લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. પહેલા ચરણમાં મધ્ય પ્રદેશના સીધી સંસદીય ક્ષેત્રમાં મતદાન થવાનું છે. દેશ સાથે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીમાંથી મોટી સંખ્યામાં નેતા કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઈ રહ્યા હતા. દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ 6 એપ્રિલે સીધીમાં પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર રાજેશ મિશ્રાના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરવા આવ્યા હતા.

આ દરમિયાન સીધી નગરપાલિકાના અધ્યક્ષ કાજલ વર્માએ કોંગ્રેસ છોડીને ભાજપની સભ્યતા હાંસલ કરી હતી. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, પરંતુ હવે અચાનક કોંગ્રેસના જિલ્લા કાર્યાલયમાં કાજલ વર્માએ સસરા અને કોંગ્રેસ નેતા વિનોદ શર્મા સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે હું ત્યાં ગઈ હતી તો મને ખબર નહોતી કે હું ક્યાં જઇ રહી છું. હું કોંગ્રેસના કોર્પોરેટરોના સમર્થનથી અધ્યક્ષ બની છું અને કોંગ્રેસમાં રહીશ.

ઉલ્લેખનીય છે કે, ગત 6 એપ્રિલના રોજ જ કાજલ વર્માએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સમક્ષ ભાજપની સભ્યતા લીધા બાદ કોંગ્રેસી કોર્પોરેટર બળવાખોર થઈ ગયા હતા અને તેમણે નગરપાલિકાના પ્રેસિડેન્ટ ઇન કાઉન્સિલ સભ્ય પદથી રાજીનામું આપી દીધું હતું. સીધી નગરપાલિકા પરિષદમાં કોંગ્રેસી ઉમેદવારોની સંખ્યા વધુ હોવાના કારણે કાજલ વર્મા અધ્યક્ષ બન્યા હતા, પરંતુ કાઉન્સિલરોના રાજીનામાં બાદ સદનમાં પાર્ટી લઘુમતીમાં આવી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

સીધીમાં રાજનાથ સિંહના ભાષણમાં કહ્યું હતું કે, અત્યારે 4 મહિના અગાઉ જ મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થઈ હતી, જેમાં તમે લોકોએ ભાજપની ઝોળી ભરી દીધી અને રેકોર્ડ બહુમતથી ભાજપની સરકાર બનાવવામાં આવી. જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ રહી હતી, ત્યારે કેટલાક લોકો એન્ટિ ઇન્કમ્બન્સીની વાત કરી રહ્યા હતા, પરંતુ તમે સ્પષ્ટ બહુમતની સરકાર બનાવી દીધી. આમ અમારી પાર્ટી ઈચ્છે છે કે ભારતમાં લોકસભા અને વિધાનસભ્યઓની ચૂંટણી એક સાથે થાય. તેનાથી તમારો સમય બચશે અને દેશના સંસાધનોની પણ બચત થશે.

તેમણે કહ્યું કે દેશમાં વન નેશન વન ઇલેક્શન બાબતે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ સમિતિએ એક રિપોર્ટ આપ્યો છે. એક સાથે ચૂંટણી થવાથી લોકતંત્ર મજબૂત થશે. એક સમય બિમારું રાજ્ય તરીકે ઓળખાતું મધ્ય પ્રદેશ આજે ભારતનું ગ્રોથ એન્જિન બની ચૂક્યું છે. આજે જો ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી તેજ ગતિથી દોડી રહી છે તો તેમાં મધ્ય પ્રદેશની સારી એવી ભૂમિકા છે. હવે નાના ખેડૂતો માટે ભંડારણ સાથે જોડાયેલી સમસ્યાનું સમાધાન આપવાનું કામ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp