જાણો સંસદની ઘટનાનો માસ્ટરમાઇન્ડ કહેવાતો લલિત કોણ છે, કેમ સરેન્ડર કર્યું?

PC: twitter.com

સંસદમાં ઘૂસણખોરીની ઘટનાના માસ્ટરમાઇન્ડ લલિતે અચાનક સરેન્ડર કરી દીધું છે. આ ઘટનાના માસ્ટરમાઇન્ડ કહેવાતા લલિત ઝાએ દિલ્હી પોલીસ સામે સરેન્ડર કરી દીધું છે. 14 તારીખે લલિત પોતાના સાથી મહેશ સાથે કર્તવ્ય પથ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. બનેને સ્પેશિયલ સેલને સોંપી દેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, હુમલા વખતે લલિત સંસદની અંદર જ હાજર હતો. તેણે આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો અને પછી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

સંસદમાં થયેલી ઘટના બાદ લલિત દિલ્હીથી બસ પકડીને રાજસ્થાન ભાગી ગયો હતો. રાતે કોઈ હોટલમાં રોકાઈને પછી લલિત નાગૌરમાં પોતાના સાથી મહેશને ત્યાં રોકાયો હતો. રિપોર્ટ મુજબ મહેશને સંસદ પર થયેલી ઘટનાની તમામ માહિતી પહેલીથી જ હતી. 13 ડિસેમ્બરે તે પણ સંસદ ભવનમાં હંગામો કરવા જવાનો હતો. જ્યારે એ બંનેને ખબર પડી કે, દિલ્હી પોલીસે તેને શોધી રહી છે, ત્યારે બંનેએ સરેન્ડર કરવાનું નક્કી કર્યું. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, મહેશ નામનો વ્યક્તિ કોણ છે અને તેને આ ઘટના સાથે શું સંબંધ છે.

ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ લલિત ઝા બંગાળના ઘણા NGO સાથે જોડાયેલો હતો.. તે નીલાક્ષ દ્વારા સ્થાપિત એક NGO સામ્યવાદી સુભાષનો પણ મેમ્બર હતો. લલિત ઝા ફરાર થયો એ પહેલા પોતાના NGO પાર્ટનર નીલાક્ષ આઇસને સંસદમાં કરેલી ઘૂસણખોરીનો એક વીડિયો પણ મોકલ્યો હતો. તેને વારંવાર પોતાનો ફોન નંબર બદલવાની આદત હતી. લલિતને આ ઘટનાનો માસ્ટરમાઇન્ડ કહેવામાં આવી રહ્યો છે.

NDTVના રિપોર્ટ મુજબ લલિતની ઉંમર 32 વર્ષ છે અને તે મૂળ બિહારનો છે. પરંતુ કોલકાતામાં ટીચરની નોકરી કરે છે. પોલીસનું કહેવું છે કે, તે સ્વતંત્રતા સેનાની ભગતસિંહથી પ્રેરિત છે.

લલિત ઝા જ્યાં રહેતો હતો ત્યાંના જૂના પાડોશીએ જણાવ્યું હતું કે, તે કોલકાતામાં સ્થાનીક બાળકોને ભણાવતો હતો. ઝા શાંત સ્વભાવનો હતો અને પોતાના કામથી કામ રાખતો હતો. બે વર્ષ પહેલા જ તેણે ઘર બદલી લીધી હતું. બીજા પાડોશીએ જણાવ્ચું કે, લલિત ઝાના પિતા કોલકાતામાં જ વોચમેનની નોકરી કરતા હતા. રિપોર્ટ મુજબ સરેન્ડર કરતા પહેલા લલિત ઝાએ તમામ પ્રકારના ટેક્નિકલ પુરાવા નષ્ટ કરી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp