જાણો કોણ છે બાબા સિયારામ જેમણે દાન કરી દીધા કરોડો રૂપિયા, 109 વર્ષની ઉંમરમાં પણ.

PC: scoopwhoop.com

પંડિત પ્રદીપ મિશ્રા દ્વારા રાધારાની પર કરેલી ટિપ્પણીઓ બાદ ઘણા સંતોની પ્રતિક્રિયા સામે આવી છે. જો કે, આ આખો મામલો શાંત થઈ ગયો છે. આજે અમે તમને એક એવા બાબા બાબતે બતાવી રહ્યા છીએ જે 109 વર્ષની ઉંમરના છે અને પોતાની સિદ્ધિઓ માટે ખૂબ પ્રસિદ્ધ છે. આ વાત છે મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લામાં રહેનારા સિયારામ બાબાની. તેમની બાબતે વિસ્તારમાં ઘણી કથાઓ પ્રસિદ્ધ છે. કહેવામાં આવે છે કે 10 વર્ષ સુધી બાબાએ એક પગ પર ઊભા રહીને તપ કર્યો.

જો કે, 109 વર્ષની ઉંમરમાં પણ બાબા ચશ્મા વિના રામાયણ વાંચે છે અને પોતાના તમામ કામ પોતે કરે છે. બાબા ખૂબ ઓછું બોલે છે. જો કે, એ છતા બાબાના દર્શન માટે તેમના ભક્ત પહોંચે છે. સિયારામ બાબા મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના નર્મદા નદીના કિનારે સ્થિત ભટ્યાણ આશ્રમના સંત છે અને તેઓ અહી રહે છે. તેમની વાસ્તવિક ઉંમર શું છે એ તો કોઈને ખબર નથી, પરંતુ કહેવામાં આવે છે કે તેમની ઉંમર લગભગ 109 કે 110 વર્ષની છે.

તેમની ઉંમરને લઈને આસપાસના વિસ્તારમાં મતભેદ છે જેના કારણે વાસ્તવિક ઉંમર કોઈને ખબર નથી. કેટલાક લોકો તો કહે છે કે બાબાની ઉંમર 130 વર્ષ છે. જો કે, બાબાએ પણ પોતાની ઉંમર બાબતે કોઈ જાણકારી ન આપી. બાબા સિયારામ હનુમાનના ભક્ત છે. હંમેશાં રામચરિત માનસનો જ પાઠ કરે છે. કહેવામાં આવે છે કે 7માં ધોરણના અભ્યાસ બાદ તેઓ કોઈ સંતના સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ તેમણે ઘર-પરિવાર છોડી દીધા અને તપસ્યા કરવા માટે હિમાલય જતા રહ્યા.

કેટલાક લોકો કહે છે કે બાબાનો જન્મ મહારાષ્ટ્રની આસપાસના કોઈ જિલ્લામાં થયો છે. બાબા બાબતે કહેવામાં આવે છે કે બાબા દાનમાં માત્ર 10 રૂપિયા જ લે છે. તમે લાખો રૂપિયા દાન કરો, તેમાંથી બાબા માત્ર 10 રૂપિયા લેશે અને બાકી પૈસા પાછા આપી દે છે. સિયારામ બાબા મોટા ભાગે ઉદ્ધારના કામો કરે છે. કહેવામાં આવે છે કે નર્મદા નદીના કિનારાની સમારકામ માટે તેમણે લગભગ 2 કરોડ 57 લાખ રૂપિયા દાન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp