26000 કરોડની સંપત્તિ ધરાવતા દેશના સૌથી અમીર મુસ્લિમ મહિલા કોણ છે?
દેશના સૌથી અમીર મુસ્લિમ મહિલા ફરાહ મલિક ભાનજી છે, જેમની નેટવર્થ 26000 કરોડ રૂપિયા છે. ફરાહ મેટ્રો શૂઝના મેનેજિંગ ડિરેકટર છે. મેટ્રો બ્રાન્ડને એક નવી ઓળખ આપવામાં ફરાહની સૌથી મોટી ભૂમિકા છે.
ફરાહ મેટ્રો ગ્રુપના માલિક રફીક મલિકના પુત્રી છે, તેણીએ પ્રોફેશનલ કરિયર તરીકે મેટ્રો બ્રાન્ડમાં કામ કર્યું હતું. આ સાથે તેણે મેટ્રો બ્રાન્ડની ઓળખ બદલવા માટે ફેશન સેન્સ અને પ્રોફેશનલ સ્કીલનો ઉપયોગ કર્યો. ફરાહ મલિક ભાનજીઓ ક્લાર્ક, ક્રોક્સ અને સ્કેચર્સ જેવી વિદેશી બ્રાન્ડ્સ સાથે મેટ્રોના સંબંધો વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મેટ્રોના સ્ટોર્સ 100થી 800 સુધી પહોંચાડવામાં પણ ફરાહની દીર્ધ દ્રષ્ટિ હોવાનું કહેવાય છે. ફરાહની પાસે ફુટવેર ઇન્ડસ્ટ્રીઝમાં આજે 20 વર્ષનો અનુભવ છે. ફરાહની નાની બહેન અલીશા ઇ-કોમર્સ, માર્કેટિંગ અને ઓનલાઇન સેલ્સની હેડ છે.
ફરાહે અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીમાંથી મેથમાં ગ્રેજ્યુએશન કર્યું છે. 1999 માં, તેણે મેટ્રો શૂઝ માટે કામ કરવાનું શરૂ કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp