બરફ વર્ષા વચ્ચે સાધના કરનાર આ યોગી કોણ છે?

PC: navbharattimes.indiatimes.com

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક તરફ બરફની વર્ષા થઇ રહી છે અને એ વચ્ચે એક યોગી તેમની સાધનમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. આ વીડિયો કુલ્લુ જિલ્લાના સરાજ ઘાટીનો છે અને યોગીનું નામ છે સત્યેન્દ્ર નાથ.

સત્યેનદ્ર્ નાથનો કૌલાન્તિક પીઠ નામથી આશ્રમ ચાલે છે. તેઓ 22 વર્ષથી આ રીતે સાધના કરે છે. આ વીડિયો ફેબ્રુઆરી મહિનાના પહેલાં સપ્તાહમાં જ્યારે બરફ વર્ષા થઇ હતી તે સમયે લેવામાં આવ્યો હતો.

મહાયોગી સત્યેન્દ્ર નાથને ઇશુપુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણકે તેમના ગુરુ ઇશનાથ હતા. સત્યેન્દ્ર નાથના શિષ્યોએ કહ્યુ હતું કે, આ કોઇ ચમત્કાર નથી, પરંતુ યોગનો અભ્યાસ છે અને તે કોઇ પણ શીખી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp