લોકસભા સ્પીકરનું પદ મેળવવા માટે બધી પાર્ટીઓને કેમ રસ હોય છે?
કેન્દ્રની મોદી સરકારે 3જી ઇનિંગમા પાવરફુલ ખાતા તો સહયોગી પાર્ટીઓને આપ્યા નથી, પરંતુ લોકસભાનું સ્પીકર પદ TDP અથવા JDUને મળી શકે છે. 18મી લોકસભાના અધ્યક્ષ કોણ બનશે? તેની ચર્ચા ચાલે છે. TDP, JDU રેસમાં છે. જો કે, આંધ્રપ્રદેશ ભાજપના પુરંદેશ્વરીનું નામ પણ રેસમા છે તો ઓમ બિરલા પણ બની શકે છે.
લોકસભા સ્પીકરની ભૂમિકા ત્યારે મહત્ત્વની બની જાય છે જ્યારે કોઇ પાર્ટી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે.NDAની સહયોગી પાર્ટીઓને શંકા છે કે ભાજપ ગમે ત્યારે છેડો ફાડી તો પોતાનો લોકસભા સ્પીકર હોય તે જરૂરી છે.
લોકસભામાં કોઇ બિલ રજૂ થાય ત્યારે જો તરફેણ અને વિરુદ્ધના વોટ સરખા થઇ જાય તેવા સમયે સ્પીકરનો એક વોટ નિર્ણાયક સાબિત થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp