ઉત્તરાખંડમાં કેમ સતત થઈ રહ્યું છે ભૂસ્ખલન? જાણો કારણ
આ વર્ષે દેશના મોટા ભાગના રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો. જો કે, ઉત્તરાખંડમાં વરસાદ સાથે ભૂસ્ખલનની પણ ઘટનાઓ જોવા મળી છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ ઉત્તરાખંડમાં લાંબા સમય સુધી વરસાદની કમી જેવા વરસાદના પેટર્ન અને તીવ્રતામાં બદલાવ આ મોનસૂનમાં પર્વતીય રાજ્યમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં વૃદ્ધિ એક મહત્ત્વપૂર્ણ કારણ બનીને સામે આવ્યું છે. ઉત્તરાખંડમાં ભૂસ્ખલન વધવાનું મુખ્ય કારણ વરસાદની પેટર્નમાં બદલાવ છે.
આખરે ઉત્તરાખંડમાં કેમ થઈ રહ્યું છે ભૂસ્ખલન?
ઉત્તરાખંડના અલ્મોડામાં સ્થિતિ જી.બી. પંત રાષ્ટ્રીય હિમાલયી પર્યાવરણ સંસ્થાના ડિરેક્ટર ડૉ. સુનિલ નેટિયાલે જણાવ્યું કે, જળવાયુ પરિવર્તન કારકો સાથે જોડાયેલા વરસાદના પેટર્નમાં બદલાવ અને નાજુક હિમાલયી ક્ષેત્રની તેને ઝીલવાની ઘટતી ક્ષમતાના કારણે આ મોનસૂનમાં વધુ ભૂસ્ખલન થયું છે. આ વર્ષે વરસાદ માત્ર 13-15 સપ્ટેમ્બર વચ્ચે થયો છે, નહિતર આખા મોનસૂન દરમિયાન તે સ્થાનિક સ્તર પર જ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે 13-15 સપ્ટેમ્બર વચ્ચે 3 દિવસોમાં સરેરાશ 102 મીમી વરસાદ નોંધાયો અને એ વધુ માત્રામાં નોંધાયો છે.
એ સિવાય હિમાલયી ક્ષેત્રમાં વરસાદના પેટર્નમાં પણ બદલાવ આવ્યો છે. હવે આચનક વરસાદ થવા લાગે છે અને જે વરસાદ જૂન અને જુલાઇના મહિનામાં પડે છે, તે સપ્ટેમ્બરના મધ્યમ થઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે તેમની સંસ્થામાં મધ્ય હિમાલયી ક્ષેત્રની વધતી નાજુકતા અને ઘણા કારકોના કારણે વર્ષના પેટર્નમાં આવી રહેલા બદલાવનું અધ્યયન કરવામાં આવી રહ્યું છે. તો અન્ય સંસ્થાઓને પણ મળીને તેના પર સ્ટડી કરવાની જરૂર છે અને આ દિશામાં માત્ર એક સંસ્થા દ્વારા કરવામાં આવતા પ્રયાસ પૂરતા નહીં હોય. એ સિવાય જંગલની આગમાં પણ એક કારણ છે, જેના કારણે આ મોનસૂનમાં સરેરાશથી વધુ ભૂસ્ખલન થયું છે.
જંગલની આગ જડી-બુટીઓ અને ઘાસને સળગાવી દે છે, જેમાં માટીનો થર નબળો થઈ જાય છે અને પાણીના પ્રવાહને રોકવામાં નિષ્ફળ થઈ જાય છે. તેનાથી ભૂસ્ખલન થાય છે. તેમણે જણાવ્યું કે, હિમાલયી ક્ષેત્રની સ્થાનિક પરિસ્થિતિ બગડવાના કારણે મોનસૂનનો વરસાદ પણ ટુકડાઓમાં થઈ રહ્યો છે. ઉત્તરાખંડમાં ગઢવાલ ક્ષેત્રમાં જડધાર જંગલ અને કુમાઉમાં શીતલાખેત જંગલ જેવા ઘણા સ્થળ છે, જ્યાં સ્થાનિક પરિસ્થિતિ અત્યારે પણ તેમની આસપાસના ઘણા જંગલોના કારણે યથાવત છે, જે મોનસૂનમાં જલદી અને ભારે વરસાદમાં યોગદાન કરે છે. સ્થાનિક સ્તરની ભાગીદારી અને સ્થાનિક શાસને જડધાર અને શીતલાખેત વનોની પરિસ્થિતિક સ્વાસ્થ્યને સંરક્ષિત કરવા અને સુધારવામાં મોટી ભૂમિકા નિભાવી છે.
હિમાલયના ઇકોસિસ્ટમને યોગ્ય રાખવા માટે રાષ્ટ્રીય મિશન ચલાવવામાં આવી રહ્યું છે જે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા 8 મુખ્ય મિશનોમાંથી એક છે. આ મિશન હેઠળ હિમાલયી ક્ષેત્રમાં સ્થાનિક પારિસ્થિતિ ને ફરીથી હાંસલ કરવાની દિશામાં સફળતાપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકો મુજબ, જળવાયુ પરિવર્તનના કારણે પર્વતોમાં પકોને થયેલા નુકસાનના કારણે લોકોએ ખેતી કરવાનું છોડી દીધું છે. તેના પર ડૉ. સુનિલ નોટિયાલનું કહેવું છે કે આપણે હિમાલયી કૃષિ પર હવામાનના પ્રતિકૂળ પ્રભાવનું અધ્યયન કરવું પડશે અને તેના માટે ઘણી એજન્સીઓએ એક સાથે આવવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp