બજેટના 10 દિવસ પહેલા અધિકારીઓને કેમ નજર કેદ કરી દેવામાં આવે છે?

PC: twitter.com

23 જુલાઇએ કેન્દ્રીય અંદાજપત્ર રજૂ થવાનું છે અને આ વખતનું ફુલફ્લેજ બજેટ હશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ સતત 7મી વખત લોકસભામાં અંદાજપત્ર રજૂ કરશે. પરંતુ અમે તમને એ વાત કરીશું કે બજેટ લોકસભામાં રજૂ થાય તેના 10 દિવસ પહેલાં જે અધિકારીઓ બજેટ સાથે સંકળાયેલા હોય છે, તેમને નજરકેદ કરી દેવામાં આવે છે. આ અધિકારીઓનો ઘર અને દુનિયા સાથે કોઇ સંપર્ક થઇ શકતો નથી.

બજેટની વાત ગુપ્ત રાખવા માટે આ અધિકારીઓને નાણા મંત્રાલયના નોર્થ બ્લોકમાં નજર કેદ કરી દેવામાં આવે છે અને 100થી વધારે અધિકારીઓ બજેટની કાર્યવાહીમાં જોડાયેલા હોય છે. આ અધિકારીઓ તેમના પરિવાર કે પત્ની કોઇની સાથે પણ 10 દિવસ સુધી વાત કરી શકતા નથી. ઇ-મેલનો ઉપયોગ પણ થઇ શકતો નથી.કોઇ અધિકારી બિમાર પડે તો હોસ્પિટલમાં દાખલ થવાની પણ પરવાનગી મળતી નથી. ડોકટર્સની એક ટીમ ત્યાં ખડે પગે હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp