મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણીમાં ચોથો ઉમેદવાર કેમ ઉતારી રહી છે BJP? પ્લાન શું છે

PC: bjp.org

27 ફેબ્રુઆરીના રોજ 15 રાજ્યોની કુલ 56 રાજ્યસભા સીટો પર ચૂંટણી થવાની છે. મહારાષ્ટ્રની 6 સીટો પણ તેમાં સામેલ છે. ભાજપ, શિવસેના અને NCP ગઠબંધનને તેમાંથી 5 સીટો પર જીત મળે તેવી આશા છે. ભાજપે તેમાંથી 3 સીટો પોતાની પાસે રાખી છે કેમ કે તેની પાસે 3 સાંસદ ચૂંટાય તેટલું સંખ્યા બળ છે. જ્યારે 1-1 સીટ એકનાથ શિંદે અને અજીત પવારની પાર્ટીને ફાળવવામાં આવી છે. છઠ્ઠી સીટ પર ભાજપે પોતાનો જ ચોથો ઉમેદવાર ઊભો કરવાનો પ્લાન બનાવ્યો છે.

ભાજપ ચોથો ઉમેદવાર ઊભો કરીને INDIA ગઠબંધન, ખાસ કરીને કોંગ્રેસના દરાર પાડવા માગે છે. ભાજપ ચોથા ઉમેદવારથી કોંગ્રેસ ધારાસભ્યોમાં ફૂટ પડી શકે છે અને ક્રોસ વોટિંગ થઈ શકે છે. ભાજપને આશા છે કે લોકસભાની ચૂંટણીથી બરાબર પહેલા એમ કરીને વિપક્ષના મનોબળને નબળું કરી શકાય છે. કોંગ્રેસ નેતા બાબા સિદ્દિકી પહેલા જ પાર્ટી છોડી ચૂક્યા છે અને NCPમાં સામેલ થવા તૈયાર છે. જો કે, તેમના પુત્ર જીશાન સિદ્દિકી અત્યારે પણ મુંબઈ શહેરના બાંદ્રા પશ્ચિમ ક્ષેત્રથી કોંગ્રેસના ધારાસભ્ય છે.

આ દરમિયાન કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈથી વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય પણ પાર્ટી છોડવા માટે વાતચીત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિન્દ દેવાડાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃતવાળી શિવસેનામાં સામેલ થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, એક કોંગ્રેસ નેતાના જણાવ્યાં અનુસાર, એક ડઝનથી વધુ કોંગ્રેસ ધારાસભ્ય પાર્ટી હાઇકમાનના વલણથી નાખુશ છે. ભાજપની નજર આ ધારાસભ્યો પર છે.

કોંગ્રેસ નેતાએ નામ ન છાપવાની શરત પર જણાવ્યું કે, ઘણા કોંગ્રેસી ધારાસભ્ય ભાજપના સંપર્કમાં છે અને જો ભાજપે ચોથો ઉમેદવાર ઉતાર્યો તો તેનાથી કોંગ્રેસમાં ફૂટ પડી શકે છે અને કોંગ્રેસ ધારાસભ્ય ક્રોસ વોટિંગ કરી શકે છે. વર્ષ 2022માં પણ ભાજપે 3 રાજ્યસભા સીટો જીતી હતી, જ્યારે તેની પાસે માત્ર 2 સાંસદ ચૂંટાવા માટે જ ધારાસભ્ય હતા.

એ ચૂંટણીના 10 દિવસ બાદ ભાજપ 5 MLC સીટો જીતવામાં સફળ રહી હતી, જ્યારે તેની પાસે 4 MLC ચૂંટાવા જેટલું જ સંખ્યાબળ હતું. ત્યારબાદ જ શિવસેનામાં દરાર આવી ગઈ હતી અને એકનાથ શિંદેએ ભાજપ સાથે મળીને નવી સરકાર બનાવી લીધી હતી. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓએ ત્યારે અનુમાન લગાવ્યું હતું કે ઓછામાં ઓછા 7 ધારાસભ્યોએ MLC ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર માટે ક્રોસ વોટિંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp