રાજભવને જણાવ્યુ-સોરેને રાજીનામું આપ્યાના બીજા દિવસે જ કેમ ન બની શકી ચંપઈ સરકાર?
હેમંત સોરેનેના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા અને ચંપઈ સોરેનના સરકર બનવાના દવા રજૂ કર્યા બાદ રાજભવનથી સરકાર બનાવવાનો દાવો રજૂ કરવાના નિમત્રંણ આપવામાં થયેલા વિલંબ પાછળ કેટલીક ટેક્નિકલી અડચણ રહી છે. ટેક્નિકલી અડચણ આવ્યા બાદ રાજભવન તરફથી વિધિક મંતવ્ય પણ લેવામાં આવી રહ્યું હતું. બીજી તરફ મહાગઠબંધનને પણ આ ટેક્નિકલી ગરબડી બાબતે જાણકારી મળી, ત્યારબાદ ચંપઈ સોરેનને ફરી રાજભવન જઈને બહુમત સાથે સરકાર બનાવવાનો દાવો કરવો પડ્યો.
હેમંત સોરેને 30 જાન્યુઆરીએ મહાગઠબંધન ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી. તેમાં જ નવા ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા હતા. 31 જાન્યુઆરીએ EDએ જ્યારે હેમંત સોરેનની ધરપકડ કરવાની જાણકારી આપી, તો ત્યારબાદ હેમંત સોરેને રાજભવનથી રાજીનામું આપવા માટે સમય માગ્યો. હેમંત સોરેન બધા ધારાસભ્યો સાથે રાજભવન રાજીનામું આપવા જવા માગતા હતા, પરંતુ રાજભવને 5 લોકોને જ બોલાવ્યા. રાજભવન ગયા બાદ હેમંત સોરેને રાજ્યપાલને રાજીનામું આપ્યું.
તેમના રાજીનામાં બાદ જ ચંપઈ સોરેનને ધારાસભ્ય દળના નવા નેતા બનાવવા સાથે જ સરકાર બનાવવાનો દાવો કરતા રાજ્યપાલને પત્ર સોંપ્યો. રાજભવને ચંપઈ સોરેનનો પત્ર લીધો અને તેના પર વિચાર કરીને સૂચિત કરવાની વાત કહી. વિધિ વિશેષજ્ઞો મુજબ, ટેક્નિકલી રૂપે અહી જ ગરબડી થઈ. નિયમો મુજબ, ધારાસભ્ય દળના નેતાએ રાજીનામું આપ્યા બાદ જ ધારાસભ્ય દળની બેઠક થાય છે.
ત્યારબાદ નવા નેતા પસંદ કરવામાં આવે છે, પરંતુ હેમંત સોરેનના રાજીનામાં પહેલા જ ચંપાઈ સોરેનને ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા અને તેમણે હેમંત સોરેન સાથે જ સરકાર બનાવવાનો દાવો કર્યો. એવામાં એક સમયે 2-2 ધારાસભ્ય દળના નેતા પસંદ કરી લેવામાં આવ્યા. ઝારખંડના પૂર્વ એડવોકેટ જનરલ અજીત કુમારના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રીએ રાજીનામું આપવા અગાઉ મહાગઠબંધનના ધારાસભ્ય દળની બેઠક થઈ.
આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યા વિના ધારાસભ્ય દળના એક નવા નેતા પસંદ કરી લેવામાં આવ્યા. ત્યારબાદ આ જ પત્ર રાજ્યપાલને જઈને સોંપી દીધો. તેનાથી એક વૈધાનિક સંકટની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. હેમંત સોરેનના મુખ્યમંત્રી રહેતા બેઠકમાં ચંપઈ સોરેનને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા, આ જ કારણે પેચ ફસાઈ ગયો. પરંપરા રહી છે કે ધારાસભ્ય દળના નેતા રાજ્યપાલને રાજીનામું આપે છે. રાજીનામું મંજૂર થયા બાદ ધારાસભ્ય દળની બેઠક થાય છે.
તેમાં નવા નેતાની પસંદગી થાય છે. પસંદ થયેલા ધારાસભ્ય દળના નેતા રાજ્યપાલ પાસે જઈને સરકાર બનાવવાનો દાવો કરે છે. પરંતુ આ વખત ધારાસભ્ય દળના 2-2 નેતા રાજભવન પહોંચી ગયા. એકે રાજીનામું આપ્યું અને બીજાએ તરત જ સરકાર બનાવવાનો દાવો કર્યો. આ પરિસ્થિતિ પર રાજભવન વિચારવિમર્શ કરી રહ્યું હતું. આ દરમિયાન 1 ફેબ્રુઆરીએ ચંપઈ સોરેન તરફથી ફરી સરકાર બનાવવાનો દાવો કરવામાં આવ્યો. જો કે, આ દાવો હેમંત સોરેનનું રાજીનામું સ્વીકાર્યા બાદ રજૂ કરવામાં આવ્યો હતો, રાજ્યપાલે તેમને સરકાર બનાવવાનું નિમંત્રણ આપ્યું અને બહુમત સાબિત કરવાના નિર્દેશ આપ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp