લોકસભા ચૂંટણી પછી DyCM ફડણવીસ RSS નેતાઓને કેમ મળ્યા? મતદાન પહેલા કર્યો ખુલાસો

PC: jansatta.com

લોકસભા ચૂંટણીમાં BJPને મહારાષ્ટ્રમાં ભારે નુકસાન થયું હતું અને પાર્ટીને 14 બેઠકો ગુમાવવી પડી હતી. આ પછી મહારાષ્ટ્રના DyCM દેવેન્દ્ર ફડણવીસ એક્શનમાં આવ્યા અને વારંવાર RSS નેતાઓને મળ્યા. હવે તેમણે આ વાતનો ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે, લોકસભાની ચૂંટણી પછી તેઓ સંઘના નેતાઓને વારંવાર કેમ મળ્યા હતા. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં હાર પાછળના કારણો આ વખતે ઉકેલાઈ ગયા છે.

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન કરતા પહેલા, DyCM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, રાજ્યમાં લોકસભા ચૂંટણી દરમિયાન BJPને મળેલી હાર પછી, તેમણે વિધાનસભા ચૂંટણીમાં 'અરાજકતાવાદીઓ અને વોટ જેહાદીઓ' સામે લડવા માટે RSSની મદદ માંગી છે. મીડિયા સૂત્રોને આપેલા એક ઈન્ટરવ્યુમાં DyCM ફડણવીસે કહ્યું, 'હું સતત RSSના સંપર્કમાં છું. યાદ રાખો, RSS કોઈ રાજકીય પક્ષ માટે ખુલ્લેઆમ કામ કરતું નથી.'

DyCM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, 'BJP અને તેના સાથી પક્ષો કોંગ્રેસ સામે લડી રહ્યા નથી, પરંતુ જૂની પાર્ટીની મશીનરીમાં સમાવિષ્ટ અરાજકતાવાદી અને રાષ્ટ્ર વિરોધી શક્તિઓ સામે લડી રહ્યા છે. સંઘ સાથે જોડાયેલા લોકો અમને અરાજકતાવાદી તત્ત્વોનો સામનો કરવામાં મદદ કરી રહ્યા છે.'

DyCM દેવેન્દ્ર ફડણવીસની ટિપ્પણી આ વર્ષે મે મહિનામાં BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાએ કરેલી ટિપ્પણીથી સંપૂર્ણપણે વિરુદ્ધ છે. ત્યારે JP નડ્ડાએ કહ્યું હતું કે, 'શરૂઆતમાં અમે ઓછા સક્ષમ અને નાના હતા. અમને RSSની જરૂર હતી. આજે આપણે મોટા થયા છીએ અને સક્ષમ છીએ. આજે BJP પોતાની રીતે ચાલે છે. JP નડ્ડાની ટિપ્પણી પછી એવી અટકળો શરૂ થઈ કે, BJP અને તેના મૂળ સંગઠન RSS વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું.

હવે DyCM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે 'વોટ જેહાદ'ના કારણે BJPએ લોકસભા ચૂંટણીમાં 10 સીટો ગુમાવી છે. તેમણે ધુલે લોકસભા સીટનું ઉદાહરણ આપતા કહ્યું કે, મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિધાનસભા સીટ માલેગાંવ સિવાય અમે 1.9 લાખ મતોથી આગળ હતા. પરંતુ, માલેગાંવમાં MVAને 1.94 લાખ મત મળ્યા અને અમે ધુલે બેઠક માત્ર 4000 મતોથી હારી ગયા.'

DyCM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, 'લોકોને અલ્લાહના નામ પર BJP વિરુદ્ધ વોટ આપવા માટે ફતવા બહાર પાડવામાં આવ્યા હતા અને લોકોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. હવે લઘુમતીઓને અહેસાસ થઈ રહ્યો છે કે, તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવારોની યાદીમાં કેટલા મુસ્લિમ છે? રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતાં DyCM ફડણવીસે કહ્યું કે, વિપક્ષી નેતા 'અરાજકતાવાદીઓ અને શહેરી નક્સલવાદીઓ'ના સકંજામાં છે. તેમણે કહ્યું, 'રાહુલ હવે કોંગ્રેસી નથી રહ્યા. સામ્યવાદીમાંથી તે ડાબેરી ઉગ્રવાદી વિચારક બની ગયા છે. તેઓ પરંપરાગત વાદળી કવરવળી નહીં પરંતુ લાલ કવર સાથેની બંધારણની નકલ બતાવે છે.'

DyCM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, રાહુલે અનામત નાબૂદીની માગણી કરીને અમેરિકામાં પોતાના 'ફેક નેરેટિવ'ને તોડીને BJPનું કામ કર્યું છે. અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે તેને આગળ લઈ ગયા છે. આ બંને હકીકતમાં અજાણતા BJP માટે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, મહાયુતિ માટે લોકોમાં 'વ્યાપક સકારાત્મકતા' છે અને કહ્યું કે 'લાડલી બહેન' યોજના એક ગેમચેન્જર સાબિત થશે, કારણ કે તેણે મહિલાઓને આશા આપી છે. આ ઉપરાંત, લોકોએ જોયું કે, અમારી સરકારે કેવી રીતે વચનો પૂરા કર્યા. અમે વૈનગંગા-નલગંગા નદી-લિંકિંગ પ્રોજેક્ટ જેવા પ્રોજેક્ટ્સ ફરીથી શરૂ કર્યા છે, જે વિદર્ભનું નસીબ બદલી નાખશે અને વોટર ગ્રીડ પ્રોજેક્ટ દ્વારા 54-tmc દરિયાઈ પાણી મરાઠવાડામાં લાવશે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp