જયા બચ્ચને રાજ્યસભામાં કેમ માગી માફી?

PC: shethepeople.tv

રાજ્યસભામાંથી નિવૃત્ત થનારા સાંસદોમાં SP સાંસદ જયા બચ્ચન પણ સામેલ છે, પરંતુ બજેટ સત્ર દરમિયાન જયા બચ્ચને આખા ગૃહમાં માફી માંગી હતી. તેઓ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ પર નિશાન સાધવાને કારણે ચર્ચામાં રહ્યા છે. રાજ્યસભામાંથી તેમના વિદાય ભાષણ દરમિયાન, જયા બચ્ચને ગૃહના તમામ સભ્યોની માફી માંગી અને કહ્યું કે તે ગુસ્સાવાળા સ્વભાવના છે, પરંતુ તેમનો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો નહોતો.

જયા બચ્ચને કહ્યું, 'લોકો મને વારંવાર પૂછે છે કે, મને કેમ ગુસ્સો આવે છે. આ મારો સ્વભાવ છે, હું મારી જાતને બદલી શકતી નથી. જો મને કોઈ વસ્તુ ગમતી નથી અથવા તેની સાથે સહમત નથી, તો મારો ગુસ્સો ભડકી જાય છે.' તેમણે કહ્યું, 'જો મેં તમારામાંથી કોઈની સાથે અયોગ્ય વર્તન કર્યું હોય, અથવા વ્યક્તિગત રીતે ખરાબ વર્તન કર્યું હોય તો હું માફી માંગુ છું.'

રાજ્યસભાના નિવૃત્ત થયેલા સભ્યોના યોગદાનને યાદ કરતાં ઉપપ્રમુખ જગદીપ ધનખરે જણાવ્યું હતું કે, તેમના દ્વારા વહેચાયેલું જ્ઞાન તેમને ખૂબ જ યાદ આવશે અને તેમના જવાથી એક ખાલીપો અનુભવાશે. તેમણે કહ્યું કે, આપણા આદરણીય સાથીઓની નિવૃત્તિ નિઃશંકપણે એક શૂન્યતા છોડી દેશે. ઘણી વાર એવું કહેવાય છે કે ‘દરેક શરૂઆતનો અંત હોય છે અને દરેક અંતની નવી શરૂઆત હોય છે.’

મંગળવારે એક પ્રશ્ન છોડી દેવા પર કોંગ્રેસ નેતા પર ધનખરની ટિપ્પણી પર જયા બચ્ચને આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, જો આ મુદ્દો સભ્યોને સમજાવવામાં આવ્યો હોત તો તેઓ સમજી શક્યા હોત અને તેઓ 'શાળાના બાળકો નથી'. તેમણે એમ પણ કહ્યું કે, સાંસદો સાથે આદરપૂર્વક વર્તવું જોઈએ.

થોડીવાર પછી, પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરતા, ધનખરે કહ્યું કે, તેમણે સંકેત આપ્યો છે કે, પ્રશ્ન નંબર 18, જે છોડી દેવામાં આવ્યો હતો, તે પ્રશ્ન નંબર 19નો જવાબ પૂર્ણ થયા પછી લેવામાં આવશે. 'તેને સંયમિત રીતે લેવામાં આવશે (અને) કોઈ રસ્તો નીકળવાનો પ્રયાસો કરવામાં આવશે.' તેમણે કહ્યું. જયા બચ્ચનજી ખૂબ જ વરિષ્ઠ સભ્ય છે અને જો તેમને કોઈ લાગણી હોય તો તે ચોક્કસ મારા પ્રત્યે ગંભીર હશે.'

ગૃહમાં પોતાના 20 વર્ષના અનુભવનો ઉલ્લેખ કરતાં જયા બચ્ચને કહ્યું, '20 વર્ષ એ જીવનની ખૂબ લાંબી સફર છે. મને ઘણા મીઠા અને ખાટા અનુભવો થયા છે. શ્રેષ્ઠ અનુભવ એ રહ્યો છે કે, મારો પરિવાર ઘણો મોટો થઈ ગયો છે. જયા બચ્ચને કહ્યું કે, 'હું ઈચ્છું છું કે, આ ગૃહ હંમેશાં સમૃદ્ધ થતું રહે અને અહીં આવતા નિષ્ણાતોનો લાભ મળતો રહે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp