કંગના રણૌતે એન્ટી ચીટીંગ બિલ પર પહેલા કમેન્ટ કરી, પછી ડિલીટ કેમ કરી?

PC: twitter.com

કંગના રણૌત તેના સ્પષ્ટ અભિપ્રાય આપવા માટે જાણીતી છે. સામાજિક કે સરકારી મુદ્દો હોય, કંગના પોતાના વિચારો વ્યક્ત કરવામાં જરાય ડરતી નથી. લગભગ બે અઠવાડિયા પહેલા, સરકારે લોકસભામાં છેતરપિંડી વિરોધી બિલ પસાર કર્યું, અભિનેત્રીએ તેના પર પોતાનો અભિપ્રાય શેર કર્યો. પરંતુ કંગનાએ એન્ટી ચીટિંગ બિલને સ્ટુડન્ટ્સની લિન્ક-અપ અને ઈન્ટિમસી સાથે જોડી દીધું છે. અભિનેત્રીએ એક પેરોડી પેજના સમાચાર શેર કર્યા છે અને માંગ કરી છે કે , એવો કાયદો પણ લાવવો જોઇએ કે ટીનએજર્સને ઇન્ટીમેટ થતા રોકી શકાય. જો કે કંગનાને પોતાની ભૂલનો અહેસાસ થતા આ પોસ્ટ ડિલીટ કરી નાંખી હતી.

બે અઠવાડિયા પહેલા લાવવામાં આવેલા આ કાયદામાં સરકારે સ્પષ્ટ કર્યું હતું કે આ બિલ જાહેર પરીક્ષાઓમાં છેતરપિંડી રોકવા માટે લાવવામાં આવ્યું છે. જો આ બિલ હેઠળ પકડાય તો દસ વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ છે.પરંતુ આ સજા શાળાના બાળકોને લાગુ પડશે નહીં. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી અપડેટ કરીને પોતાનો અભિપ્રાય આપ્યો હતો.પેરોડી પેજ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ જોઈને કંગનાએ પરીક્ષા માટે લાવવામાં આવેલા આ કાયદાને ગેરસમજ કરી અને પોતાનો અભિપ્રાય આપી દીધો હતો. સમજયા વગર અભિપ્રાય આપવામાં ઘણી વખત લોચા થઇ જતા હોય છે.

કંગનાએ જે પોસ્ટ શેર કરી હતી, તેમાં લખ્યુ હતું કે, હું આ સરકારને અનુરોધ કરુ છુ કે કોઇ પણ પુરુષ કોઇ પણ પુરુષ સાથે લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી તેને છોડી શકતો નથી. જો તે આવું કરે છે કો તેણે ભરણપોષણ ચૂકવવુ પડશે, તેણે એ મહિલાને ગુજરાન માટે પૈસા આપવા પડશે. અને લગ્નો કરનાર સામે પણ પ્રતિબંધ લગાવવો જોઇએ. જે રીતે લગ્નની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે, તેવી જ રીતે ઇન્ટીમસીની પણ વય મર્યાદા નક્કી થવી જોઇએ. શાળામાં જતા બાળકો માટે બાળ વિવાહ પર પ્રતિબંધ લગાવવાનો કે લગ્ન માટે વય મર્યાદા નક્કી કરવાનો શું મતલબ છે? સેક્સ્યુઅલ એક્ટીવીટીમાં ઓનલાઇન સામે થવા કે શાળામાં ફિઝીકલ ઇન્ટીમસીને સામેલ કરવાનું એક કલ્ચર બની ગયું છે.

કંગનાએ આગળ લખ્યુ કે, શહેરોમાં શાળામાં બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ રાખવા, એ પણ એક સંસ્કૃતિનો હિસ્સો બની ગયું છે, તેની પર પ્રતિબંધ મુકી દેવો જોઇએ. આ વાત તેમના માનસિક અને શારિરીક વિકાસમાં હસ્તક્ષેપ કરે છે. જો પાર્ટનરની એવી જરૂરિયાત હોય તો પુરાણી પરંપરાના આધારે જલ્ગી લગ્ન કરવાની મંજૂરીની ગેરંટી આપી દેવી જોઇએ.

આ સાથે કંગનાએ આગળ લખ્યું કે, આ બિલ તે સંવેદનશીલ યુવતીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે ડેટિંગની દુનિયામાં લગ્નના નકલી વચનો અને લગ્નના પવિત્ર વચનોમાં ફસાઈ જાય છે. પછી તે કેટલીક વધુ અનૈતિક, તુચ્છ, સસ્તી અને નકામી એપ્સ સાથે જોડાઈ જાય છે. હવે કૂલ કહેવાતા ખરાબ વિચારોને જેલ અને કરોડોનો દંડ થવો જોઈએ. ટિન્ડર અને આદુની તૃષ્ણા સારી હોવી જોઈએ.

આ બધું લાંબુ લચક લખ્યા પછી કંગનાને સમજ પડી કે આ વાતને એન્ટી ચીટીંગ બિલ સાથે કોઇ લેવા દેવા નથી તો પછી પોસ્ટ ડિલીટ કરી નાંખી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp