મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને ગુસ્સો કેમ આવી ગયો?

PC: x.com

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનો કાફલો સોમવારે મુંબઇના ચાંદીવાલી વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો. ચાંદીવલી વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના નેતા નસીમખાન ચૂંટણી લડી રહ્યા છે અને આ વિસ્તારમાં તેમનું કાર્યાલય આવેલું છે.

શિંદેનો કાફલો જ્યારે નસીમખાનના કાર્યાલય પાસેથી પસાર થઇ રહ્યો હતા ત્યારે કોંગ્રેસ અને ઉદ્ધવ શિવસેનાના કાર્યકરોએ ગદ્દાર-ગદ્દારના નારા લગાવ્યા હતા અને સંતોષ કાટકે નામના એક કાર્યકરે મુખ્યમંત્રી શિંદે સામે અભદ્ર ભાષામાં ટીપ્પણી કરી હતી.

એકનાથ શિંદે કાફલો રોકીને સીધા નસીમ ખાનના કાર્યાલયમાં પહોંચી ગયા હતા અને નેતાઓને કહ્યું હતું કે, શું તમારા કાર્યકારોને આવું શિખવાડો છો? તમારા કાર્યકરોનો વ્યવહાર આવો જ હોય છે? પોલીસે સંતોષ કાટકેની ધરપકડ કરી હતી અને પછી છોડી મુક્યો હતો.

નસીમ ખાને મીડિયાને કહ્યું કે, મુખ્યમંત્રી આ રીતે કાર્યાલયમાં આવીને ધમકાવે તે વાત યોગ્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp