સ્મૃતિ ઈરાનીના મતે પ્રિયંકાએ આ કારણે અમેઠીથી લોકસભાની ચૂંટણી ન લડી

PC: x.com/smritiirani

BJP નેતા સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું. એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ નેતાને હારી જવાનો ડર હતો, તેથી જ તે ચૂંટણી લડી રહી નથી. સ્મૃતિને પૂછવામાં આવ્યું કે, તમને શું લાગે છે કે, પ્રિયંકા અમેઠીથી ચૂંટણી કેમ નથી લડી રહી? તેના જવાબમાં તેમણે કહ્યું, 'આ એટલા માટે છે કારણ કે તેને હારનો ડર હતો. તે પોતાની કારકિર્દીની શરૂઆત હાર સાથે કરવા માંગતી નથી. તેમણે કહ્યું કે, જો હું એટલી જ ખરાબ હોત તો તે મારી સામે ચૂંટણી લડત.

અમેઠીના BJP ઉમેદવારે કહ્યું, 'જો સ્મૃતિ ઈરાની એટલી જ કમજોર ઉમેદવાર હોત તો તે લડત, જો અહીં BJPની તક ઓછી હોત તો તે લડત.' તેમણે કહ્યું કે, તમે જુઠ્ઠાણાની ચરમસીમા જુઓ છો કે, જ્યારે તમે (રાહુલ ગાંધી) વાયનાડથી ઉમેદવારી નોંધાવી હતી, ત્યારે તમે ત્યાંના લોકોને આ વાત બતાવી નહોતી. બીજા જુઠ્ઠાણાની પરાકાષ્ઠા જુઓ કે, જ્યારે તેઓ રાયબરેલી આવ્યા ત્યારે તેમણે નોમિનેશન પહેલા પૂજા કરી હતી, પરંતુ તમે વાયનાડમાં પૂજા કેમ ન કરી. પૂજા એ છેવટે તો શ્રદ્ધાની બાબત છે. વાયનાડ ગયા પછી મુસ્લિમ લીગના ઝંડા છુપાવવામાં આવે છે અને રાયબરેલી આવ્યા પછી થોડી પૂજા કરવામાં આવે છે.

અગાઉ સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, કોંગ્રેસ રામ વિરોધી છે. કોંગ્રેસનું કહેવું છે કે, જો અમે સત્તામાં આવીશું તો રામમંદિરના નિર્ણયને પલટાવી દઈશું. કોંગ્રેસના લોકો ભગવાન રામનો પ્રસાદ પણ નકારે છે. ઈરાનીએ ગુરુવારે એક ચૂંટણી રેલીમાં કોંગ્રેસ પર કટાક્ષ કર્યો અને કહ્યું, 'મંદિરમાં કમળ ચઢાવવામાં આવે છે, હાથ નહીં. તેથી, 20 મેના રોજ તમે બધા કમળના ફૂલનું બટન દબાવીને BJPના સમર્થનમાં મતદાન કરો. અમેઠીએ ગત વખતે સમગ્ર દેશને સંદેશ આપ્યો હતો. આ વખતે પણ તમે લોકો કમળના ફૂલને ટેકો આપો.'

અહીં તમને બતાવી દઈએ કે, પાર્ટીના જનરલ સેક્રેટરી જયરામ રમેશે કહ્યું કે, પ્રિયંકાના ચૂંટણી ન લડવાનું એક ખૂબ જ મહત્વપૂર્ણ કારણ એ છે કે તે કોંગ્રેસની 'સુપરસ્ટાર' પ્રચારક છે, જે BJPનો જોરદાર રીતે સામનો કરી રહી છે અને રાષ્ટ્રીય પ્રચારક તરીકે તેમની હાજરી મહત્વપૂર્ણ છે. જો રાહુલ અને પ્રિયંકા બંને ચૂંટણી લડ્યા હોત તો તેઓ પોતપોતાના મતવિસ્તારો સુધી જ સીમિત હોત. હું ચોક્કસપણે કહેવા માંગુ છું કે, રાહુલ રાષ્ટ્રીય સ્તરે પણ પ્રચાર કરી રહ્યા છે અને આગામી દિવસોમાં તેમના અનેક કાર્યક્રમો છે, પરંતુ તેમણે રાયબરેલીમાં પણ પ્રચાર કરવો પડશે. પ્રિયંકાજી અમારા સૌથી શક્તિશાળી પ્રચારક છે. તે PM મોદી અને શાહને તેમની જ ભાષામાં જવાબ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp