PM મોદીએ રામભક્તોને કેમ કહ્યું કે, 22 જાન્યુઆરીએ અયોધ્યા ન આવતા?

PC: facebook.com/narendramodi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 જાન્યુઆરીને શનિવારે અયોધ્યોની મુલાકાતે ગયા છે. અહીં તેમણે અનેક મોટી યોજનાઓનું શિલાન્યાસ અને ઉદઘાટન કર્યા. અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યા પછી તેમણે જનતાને પણ સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે રામભક્તોને અપીલ કરી હતી કે, 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં થનારા પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પ્લીઝ, ન આવતા. તેમણે કહ્યું કે અહીં ચાલી રહેલા નિર્માણ કાર્યથી અયોધ્યાની યાત્રા અને દરેક રામ ભક્ત માટે ભગવાન રામના દર્શન સરળ બનશે. આ ઐતિહાસિક ક્ષણ ખૂબ જ સદભાગ્યે આપણા બધાના જીવનમાં આવી છે.

વડાપ્રધાન મોદીએ જનતાને કહ્યું કે આપણે દેશ માટે નવો સંકલ્પ લેવો પડશે. તમારી જાતને નવી ઉર્જાથી ભરવાની છે. હું 140 કરોડ દેશવાસીઓને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે 22 જાન્યુઆરીએ જ્યારે ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન છે, ત્યારે તમે તમારા ઘરોમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવો અને દિવાળીની ઉજવણી કરો. 22મી જાન્યુઆરીની સાંજ સમગ્ર ભારતમાં ઝગમગ ઝગમગ હોવી જોઈએ. પરંતુ, સાથે સાથે મારી તમામ દેશવાસીઓને પણ ખાસ વિનંતી છે કે, દરેકને એવી ઇચ્છા છે કે 22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સાક્ષી બનવા જાતે આવે.

PM મોદીએ જનતાને આગળ કહ્યુ કે, તમે બધા પણ જાણો જ છો કે બધા માટે અયોધ્યા આવવું સંભવ નથી, અયોધ્યા પહોંચવું મુશ્કેલ છે અને એટલા માટે મારી બધા રામભક્તોને વિનંતી છે અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના રામભક્તોને મારી હાથ જોડીને પ્રાથના છે કે, 22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ન આવતા. તમારે આવવું હોય તો 23 જાન્યુઆરી 2024 પછી તમારી અનુકુળતાએ આવજો. પણ મહેરબાની કરીને અયોધ્યા આવવાનું મન 22 જાન્યુઆરીએ બનાવતા નહી.

ભગવાન રામ આવી રહ્યા છે, તો આપણે તેમના દર્શન માટે થોડી રાહ જોઇએ. આપણે 550 વર્ષ સુધી રાહ જોઇ છે તો થોડો સમય વધારે રાહ જોઇ લેજો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, સુરક્ષાના કારણોસર અયોધ્યા 22 તારીખે આવવું હિતાવહ નથી. પ્રધાનમંત્રીએ અયોધ્યામાં રાજ્યની 15,700 કરોડ રૂપિયાની જુદી જુદી યોજનાઓના શિલાન્યાસ અને ઉદઘાટન કર્યા હતા.

રામ મંદિરમાં 22 જાન્યુઆરી રામલલ્લા ગર્ભગૃહમાં બિરાજમાન થવાના છે અને તેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અયોધ્યામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બનાવી દેવામાં આવ્યું છે અને પ્રધાનમંત્રીએ શનિવારે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ ખુલ્લું મુક્યું હતું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp