રાહુલ ગાંધીએ ઇલેક્ટોરલ બોન્ડને વસૂલીનું નેટવર્ક કેમ કહી દીધું?

PC: facebook.com/rahulgandhi

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી સ્ટેટ બેંકે ચૂંટણી પંચને ઇલેક્ટોરલ બોંન્ડના ડેટા આપી દીધા છે. હવે જ્યારે ચૂંટણી પંચે પોતાની વેબસાઇટ પર ડેટા જાહેર કર્યા પછી રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે મોડી સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ અને PM પર પ્રહાર કર્યા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી બોન્ડ દેશનું સૌથી મોટું જબરદસ્તી વસૂલીનું નેટવર્ક છે. તેમણે આરોપ લગાવ્યો કે CBI અને ED તપાસ કરતા નથી, તેઓ ભાજપ માટે વસૂલાત કરે છે. આ પછી ભાજપ આ ભંડોળની મદદથી પક્ષોને તોડી નાખે છે. આ દેશ વિરોધી પ્રવૃત્તિ છે. તેમણે કહ્યું કે NCP પૈસાથી તોડવામાં આવી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ રાજ્યોમાં જે સરકાર પાડી રહી છે તેના માટે પૈસા ક્યાંથી આવે છે. ભાજપે સમગ રાજકીય સિસ્ટમને કેપ્ચર કરી લીધી છે. તપાસ એજન્સીઓ હવે તપાસ નથી કરી રહી પરંતુ વસૂલાત કરી રહી છે. એમ પણ કહ્યું કે આનાથી મોટી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ ન હોઈ શકે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે રાજ્યોમાં કોંગ્રેસ સરકારો દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અને ચૂંટણી બોન્ડ વચ્ચે કોઈ સંબંધ નથી.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે તપાસ એજન્સીઓના ઉપયોગ દ્વારા કંપનીઓ પાસેથી વસુલાત કરવામાં આવી રહી છે અને મોટા કોન્ટ્રાક્ટનો હિસ્સો લેવામાં આવી રહ્યો છે. કોન્ટ્રાક્ટ આપતા પહેલા ચૂંટણીનું દાન લેવામાં આવી રહ્યું છે. આ સમગ્ર માળખું PM મોદીએ તૈયાર કર્યું છે. મિલિંદ દેવરાને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે દેવરા ભાજપમાં જોડાવું કોઈ મોટી વાત નથી.

મિલિંદ દેવરા અને ચૌહાણ ચાલ્યા ગયા, પરંતુ અમારી પાર્ટી ને કોઇ ફરક પડ્યો નથી. ઇલેક્ટોરલ બોન્ડના પૈસાનો ઉપયોગકરીને NCP અને શિવસેનાને તોડી નાંખવામાં આવી. રાહુલે કહ્યું, અમારી પાર્ટી એકદમ ચોખ્ખી છે. સાથે રાહુલે કહ્યું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં INDIA ગઠબંધન મહારાષ્ટ્રમાં બંપર જીત હાંસલ કરશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં જે સંસ્થાઓના નામ હતા તે, બધી સંસ્થાઓ હવે ભાજપ અને RSSનું હથિયાર છે, એટલા માટે આ બધું થઇ રહ્યં છે. જો આ સંસ્થાઓ પોતાનું કામ કરતી હતે તો આવું બધું ન થતે. રાહુલે કહ્યું કે, આ બધી સંસ્થાઓ વિચારવું જોઇએ કે એક ન એક દિવસે ભાજપની સરકાર જશે, પછી કડક કાર્યવાહી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp