શિવરાજ સિંહ ચૌહાણે ભાજપ કાર્યકરને જૂતા કેમ પહેરાવ્યા?
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બે દિવસની અમરકંટક વિસ્તારની પરિવાર સાથે મુલાકાતે ગયા છે. જ્યાં તેમને જાણવા મળ્યું કે ભાજપના જિલ્લા પ્રમુખ રામદાસ પુરીએ એક પ્રતિજ્ઞા લીધી હતી કે મધ્ય પ્રદેશમાં ફરી ભાજપ સત્તા પર ન આવે ત્યાં સુધી પોતે જૂતા-ચંપલ પહેરશે નહીં.
શિવરાજ સિંહ ચૌહાણે રામદાસ પુરીને બોલાવ્યા અને ભાજપના કાર્યકરોની હાજરીમાં તેમને જૂતા પહેરાવ્યા અને શૂઝની દોરી પણ બાંધી આપી હતી. શિવરાજ સિંહ ચૌહાણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે.
આ પહેલાં પણ જ્યારે મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ભાજપના એક નેતાએ એક આદિવાસી વ્યકિત પર પેશાબ કર્યો હતો આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, પરંતુ શિવરાજ સિંહ ચૌહાણે એ આદિવાસી વ્યકિતને મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસ સ્થાને બોલાવીને પગ ધોયા હતા અને વિરોધીઓની બોલતી બંધ કરી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp