સરકારી હિમાચલ ભવનની હરાજી કરી દેવાનો હાઇકોર્ટે કેમ આદેશ આપ્યો?
દિલ્હીમાં આવેલા હિમાચલ ભવનની સંપત્તિ જપ્ત કરીને તેને હરાજી કરી દેવાનો આદેશ હિમાચલ હાઇકોર્ટે આપ્યો છે. હિમાચલ સરકારે હાઇડ્રો પાવર કંપનીને 150 કરોડ રૂપિયાની ચૂકવણી કરી નથી એટલે હાઇકોર્ટે ગુસ્સે ભરાઇ છે.
હાઇકોર્ટના જજ અજય મોહન ગોયલની બેંચે આદેશ આપ્યો છે કે કંપની દિલ્હીના હિમાચલ ભવનની હરાજી કરીને રકમની વસુલાત કરી શકે છે.
28 ફેબુઆરી 2009માં સેલી હાઇડ્રો ઇલેકટ્રીક પાવરને એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો અને કંપનીએ ડિપોઝીટ પેટે 64 કરોડ રૂપિયા ભરી દીધા હતા. તે વખતે ભાજપની સરકાર હતી. પરંતુ પ્રોજેક્ટ બંધ કરી દેવાયો અને કંપનીના 64 કરોડ રૂપિયા પણ પાછા આપવામાં ન આવ્યા. આર્બિટ્રેશન અને હિમાચલ હાઇકોર્ટે અગાઉ કંપનીને રકમ ચૂકવી દેવા આદેશ આપ્યો હતો છતા હિમાચલ સરકારે આ રકમ ચૂકવી નહોતી એટલે હાઇકોર્ટે દિલ્હીમાં આવેલા હિમાચલ ભવનને જપ્ત લેવા આદેશ આપ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp