મુસ્લિમો શા માટે પોતે મસ્જિદ તોડવા તૈયાર છે, તેઓએ કહ્યું- 'પ્રેમનું દબાણ' છે

PC: opindia.com

14 વર્ષથી વિવાદોમાં ઘેરાયેલી શિમલાની સંજૌલી મસ્જિદ પર મુસ્લિમ પક્ષે મોટો નિર્ણય લીધો છે. છેલ્લા ઘણા દિવસોથી હિંદુઓ દ્વારા ચાલી રહેલા આંદોલન વચ્ચે મુસ્લિમ પક્ષે કહ્યું છે કે, તે ગેરકાયદેસર હિસ્સાને તોડી નાખશે. આ વિવાદનો નિર્ણય કોર્ટમાં પેન્ડિંગ હોય તે પહેલા જ મુસ્લિમ કલ્યાણ સમિતિના પ્રતિનિધિઓએ શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને કહ્યું છે કે, તેઓ બંધારણના ગેરકાયદે ભાગને સીલ કરે અને તેઓ પોતે તેને તોડી નાખશે. મુસ્લિમ પક્ષે કહ્યું કે, હિમાચલની સંવાદિતા જાળવવા માટે તેમણે કોઈપણ દબાણ વગર આ નિર્ણય લીધો છે. તેણે એમ પણ કહ્યું કે જો કોઈ દબાણ હોય તો માત્ર એ જ કે, પ્રેમ જળવાઈ રહે.

મેમોરેન્ડમ સબમિટ કરનારાઓમાં મસ્જિદના ઈમામ, વક્ફ બોર્ડના સભ્યો અને મસ્જિદ પ્રબંધન સમિતિનો સમાવેશ થાય છે. મીડિયા સૂત્ર સાથે વાત કરતા સંજૌલી મસ્જિદના ઈમારે શહઝાદ આલમે કહ્યું કે, આ મામલાને રાજકીય મહત્વ ન આપવું જોઈએ. મંદિર અને મસ્જિદ પ્રેમ અને સ્નેહ પેદા કરે છે અને તે કોઈના દિલને દુભાવતું નથી. તેમણે કહ્યું કે, 'અમે એ પ્રકારની અરજી આપી છે કે, જે પણ ગેરકાયદેસર છે કે ગમે તે હોય, કોર્ટનો જે નિર્ણય આવે, તે આવે ત્યારની વાત ત્યારે, પરંતુ અમે ગઈકાલે સ્થિતિ જોઈ છે. અમે હિમાચલના તમામ સ્થાનિક રહેવાસીઓ પ્રેમ અને ભાઈચારાથી જીવીએ છીએ. અમે ભવિષ્યમાં પણ આવી રીતે જ રહેવા માંગીએ છીએ. આ બાબતને રાજકીય મહત્વ ન આપવું જોઈએ.'

તેમણે વધુમાં કહ્યું, 'અમે અરજી કરી છે કે, અમે તેને જાતે જ તોડી પાડીશું. કોર્ટનો આગળ જે પણ નિર્ણય આવશે તે અમને સ્વીકાર્ય રહેશે. અમારા પર કોઈનું દબાણ નથી. અમારા પર માત્ર એટલું જ દબાણ છે કે, આપણો પ્રેમ અકબંધ જળવાઈ રહે.' દેવ ભૂમિ સંઘર્ષ સમિતિના સભ્યો, જેમણે મસ્જિદમાં ગેરકાયદેસર બાંધકામ સામે વિરોધની હાકલ કરી હતી, તેમણે આ પગલાને આવકાર્યું હતું. સમિતિના સભ્ય વિજય શર્માએ કહ્યું, 'અમે મુસ્લિમ સમુદાયના આ પગલાને આવકારીએ છીએ અને વ્યાપક હિતમાં આ પહેલ કરવા બદલ અમે સૌ પ્રથમ તેમને અભિનંદન આપીશું.'

મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાની માગણી સાથે બુધવારે હજારો હિન્દુઓ સંજૌલીમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. દેખાવકારોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. લાઠીચાર્જની વચ્ચે ભીડે પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. ઘણા પોલીસકર્મીઓ અને દેખાવકારો ઘાયલ થયા છે. ભીડ મસ્જિદની એકદમ નજીક પહોંચી ગઈ હતી. પોલીસે બળપ્રયોગ કરીને પ્રદર્શનકારીઓને સ્થળ પરથી હટાવ્યા હતા.

સંજૌલીની આ મસ્જિદ અંગેનો વિવાદ 2010થી મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટમાં ચાલી રહ્યો છે. મસ્જિદના ગેરકાયદે બાંધકામ અંગે મ્યુનિસિપલ કોર્ટ તરફથી વારંવાર નોટિસો આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં મસ્જિદ ઉંચી થતી રહી. મસ્જિદ સમિતિના ભૂતપૂર્વ વડાએ કોર્ટમાં જણાવ્યું હતું કે, વર્ષ 2012 સુધી મસ્જિદ બે માળની હતી. એવો આરોપ છે કે, યોગ્ય પરવાનગી લીધા વિના મસ્જિદને પાંચ માળ સુધી વધારી દેવામાં આવી હતી. કેબિનેટ મંત્રી અનિરુદ્ધ સિંહે વિધાનસભામાં નિવેદન આપ્યું હતું કે, આ મસ્જિદ હિમાચલ સરકારની જમીન પર બનેલી છે. જો કે વક્ફ બોર્ડે કોર્ટમાં દાવો કર્યો હતો કે મસ્જિદ તેમની જમીન પર બનાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp