મહારાષ્ટ્રમાં ચૂંટણીની કેમ ન થઈ જાહેરાત? ચૂંટણી પંચે જણાવ્યું કારણ
હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. બંને રાજ્યોના પરિણામ એક સાથે જ 4 ઓક્ટોબરે આવશે, પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ નથી. આ બાબતે જ્યારે પૂછવામાં આવ્યું તો મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે ઘણા કારણ બતાવ્યા છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર મોટું રાજ્ય છે. એવામાં ત્યાં ઘણા ચરણો મતદાન થશે અને તહેવારોના કારણે અલગથી મતદાન કરાવવામાં આવશે. ગણેશ ઉત્સવ, પિતૃ પક્ષ નવરાત્રી, દિવાળી જેવા મોટા તહેવાર છે એટલે મહારાષ્ટ્રમાં પછીથી ચૂંટણી કરાવવામાં આવશે.
તેમણે કહ્યું કે, અમે 2-2 રાજ્યોમાં ચૂંટણી કરાવીશું. અત્યારે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થશે. ત્યારબાદ મહારાષ્ટ્ર અને ઝારખંડ પર નિર્ણય થશે. એમ માનવામાં આવી રહ્યું છે કે હવે મહારાષ્ટ્ર સાથે જ ઝારખંડમાં પણ ચૂંટણી કરાવી શકાય છે. ઝારખંડની વિધાનસભાનું સમાપન ડિસેમ્બરમાં થઇ રહ્યું છે, જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની છેલ્લી તારીખ 26 નવેમ્બર છે. એવામાં 26 નવેમ્બર અગાઉ રાજ્યમાં વિધાનસભાની રચના થઇ જવી જોઇએ. તો ચૂંટણી પંચે દિવાળી જેવા મોટા તહેવારને ચૂંટણી લટકાવવાનું કારણ બતાવ્યું છે.
સ્પષ્ટ છે કે હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં દિવાળી બાદ જ મતદાન થશે. આ વર્ષે દિવાળી 1 નવેમ્બરે છે, એવામાં માનવામાં આવી રહ્યું છે કે નવેમ્બરના પહેલા અઠવાડિયાના અંતથી જ ચૂંટણીની શરૂઆત થઇ શકે છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 સીટો છે. અહી પરંપરાગત રૂપે ઘણા ચરણોમાં મતદાન થતું રહ્યું છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીને લઇને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, અમે પહેલાથી જ ચૂંટણી માટે તૈયાર હતા.
તેમણે કહ્યું કે, આ વખત 3 ચરણોમાં ચૂંટણી થઇ રહી છે જે નવી વસ્તુ છે. ચૂંટણી માટે ઓછો સમય મળશે, જે બધી રાજકીય પાર્ટીઓ માટે નવો અનુભવ હશે. તેમના નિવેદનથી માનવામાં આવી રહ્યું છે કે તેઓ ચૂંટણીમાં ઉતરશે. જો કે, તેમણે અગાઉ કહ્યું હતું કે જ્યાં સુધી જમ્મુ-કશ્મીરને રાજ્યનો દરજ્જો નથી મળતો, ત્યાં સુધી તેઓ ચૂંટણી નહીં લડે. આ પ્રકારે મેહબૂબા મુફ્તીએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. ખેર હવે જોવાનું એ રહેશે કે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં આ વખત કોણ બાજી મારે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp