ચૂંટણી શું કામ કરાવો છો, ડાયરેક્ટ દિલ્હીથી CM બનાવી દો

PC: midday.com

કર્ણાટકમાં ચાલી રહેલી રાજનીતિ વચ્ચે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ BJP પર નિશાનો સાધતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે રાજ્યપાલોની જેમ મુખ્યમંત્રીઓની પણ નિયુક્તિ કરી દેવી જોઈએ. તેમણે કહ્યું કે, લોકતંત્રનો અનાદર થઈ રહ્યો છે. જો લોકતંત્રનું આવી રીતે જ અપમાન થવાનું હોય તો, એક લોકતાંત્રિક દેશ કહેવાનો ફાયદો શું છે? ચૂંટણી કરવવાની બંધ કરાવવી જોઈએ, જેથી સમય સાથે પૈસાની પણ બચત થાય.

બીજી બાજુ BJPએ આરોપ લગાવતા કહ્યું છે કે, કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો કરવા માટે રાજ્યપાલને સોંપેલી ધારાસભ્યોની લિસ્ટમાં પોતાના કેટલાય ધારાસભ્યોની ફેક સાઇન કરી છે. HRD મિનિસ્ટર પ્રકાશ ઝાવડેકરે કહ્યું હતું કે, કોઈને પણ એ વાત સમજમાં નથી આવી રહી કે ધારાસભ્યોના બેંગ્લોર પહોંચવા અને કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકથી પહેલા તેમણે તમામ સાઇન કેવી રીતે લઈ લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp