26th January selfie contest

ધીરેન્દ્ર શાસ્ત્રી સમર્થનમાં આવ્યા ભાજપના નેતા, બોલ્યા-દરગાહ પર સવાલ કેમ નહીં

PC: khabarchhe.com

ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય બાગેશ્વર ધામના પીઠાધિશ ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવ્યા છે. તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધા ઉન્મૂલન સમિતિ દ્વારા લગાવેલા આરોપોને ખોટા ગણાવ્યા છે અને દરગાહમાં લોકોને ફરવા અને મારવાની વાત પર  સવાલ પણ પણ કર્યો. તેમનું કહેવું છે કે જાવરા દરગાહ પર પણ લોકો ફરે છે, મારે છે, પરંતુ તેની બાબતે કોઇ વાત કરતું નથી. જ્યારે એક હિન્દુ મહાત્માની વાત થાય છે તો બધા આ પ્રકારના પ્રશ્નચિહ્ન ઉઠાવે છે.

ભાજપના નેતાએ કહ્યું કે, ‘મેં તેમનું ઇન્ટરવ્યૂ જોયું. તેમણે કહ્યું છે કે આ મારો ચમત્કાર નથી, આ મારા ઇષ્ટનો ચમત્કાર છે. મને હનુમાનજી અને સંન્યાસી બાબા પર વિશ્વાસ છે. બધુ જ તેમની કૃપાથી થાય છે. હું તો કશું જ નથી. હું તો તેમનો નાનકડો સાધક છું એટલે તેમના પર આ પ્રકારના આરોપ લગાવવું મિથ્યા છે. સનાતન ધર્મમાં તેમના જેવા ઘણા બધા લોકો છે. બાગેશ્વર ધામના પીઠાધિશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર સમાજમાં અંધવિશ્વાસ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.

ગત દિવસોમાં નાગપુરમાં કથા દરમિયાન અંધશ્રદ્ધા ઉન્મૂલન સમિતિના અધ્યક્ષ શ્યામ માનવે પડકાર આપ્યો હતો. આ પડકાર બાદ બાગેશ્વર ધામના પીઠાધિશ ધીરેન્દ્ર શાસ્ત્રી પર કથા છોડીને ભાગવાનો આરોપ લાગ્યો હતો. હાલમાં જ ચાલી રહેલી કથા દરમિયાન રાયપુરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાની વાતોને પ્રમાણિત કરવા માટે એક ન્યૂઝ ચેનલના પત્રકારના કાકાનું નામ પણ બતાવ્યું હતું, ત્યારબાદ પત્રકારે તેમના વખાણ પણ કર્યા હતા. પત્રકારે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે પોતાના કાકાનું નામ ત્યાં કોઇને કહ્યું નહોતું.

રાયપુરમાં પત્રકારના કાકાનું નામ બતાવ્યા બાદ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પત્રકારની ભત્રીજીનું નામ પણ જણાવ્યું હતું. ત્યારબાદ લોકોએ સોશિયલ મીડિયા પર ફોટો નાખવાની શરૂઆત કરી દીધી હતી જે જાણકારી ધીરેન્દ્ર શાસ્ત્રી બતાવી રહ્યા છે, પત્રકાર બાબતે તે બધી જાણકારી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. તો છતરપુરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં 23 જાન્યુઆરીના રોજ એક શાંતિપૂર્ણ રેલી કાઢવામાં આવશે. સંકટ મોચન મંદિરમાં શુક્રવારે બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રાને લઇને પ્રાશનને એક આવેદન સોંપવામાં આવશે.

બેઠકમાં કહેવામાં આવ્યું કે, પીઠાધિશ્વર વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. દેશનો સનાતન સમાજ તેમની સાથે છે. રિપોર્ટ્સ મુજબ સોમવારે બપોરે 12 વાગ્યે રામચરિત માનસ મેદાનથી રામધૂન યાત્રા કાઢવામાં આવશે. જાણીતા કથા વાંચક આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક દિવસ આરોપો પર સફાઇ આપી હતી કે અમે અંધવિશ્વાસ ફેલાવી રહ્યા નથી. અમે એ વાતનો દાવો કરતા નથી કે અમે કોઇ સમસ્યા દૂર કરી રહ્યા છીએ. મેં ક્યારેય કહ્યું નથી કે હું ભગવાન છું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp