સોનમ વાંગચુક લદ્દાખમાં -10 ડિગ્રીમાં કેમ કરી રહ્યા છે અનશન, શું છે તેમની માગ

PC: thewire.in

માર્ચ મહિનામાં લેહનું તાપમાન માઇનસ 10 થી 15 ડિગ્રી સુધી રહે છે, પરંતુ આ દિવસોમાં ત્યાં મોટું રાજકીય ગરમાવોજોવા મળી રહ્યો છે. આ આંચ લોકસભાની ચૂંટણીના હિસાબે એક મોટી રાજકીય રાજકીય પીચ પણ તૈયાર કરી રહી છે. પર્યાવરણવિદ સોનમ વાંગચૂકના 21 દિવસના અનશનને હવે રાજકીય પાર્ટી મોટો રાજનીતિક મુદ્દો બનાવવા તરફ વધી ગઇ છે. સોનમ વાંગચૂક લદ્દાખ ક્ષેત્રને ભારતીય સંવિધાનની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગને લઈને અનશન પર છે.

આ આખા અનશનમાં લદ્દાખના અલગ અલગ હિસ્સા સહિત આખા દેશના લોકો ન માત્ર તેમનું સમર્થન કરી રહ્યા છે, પરંતુ 3 દિવસ બાદ 17 માર્ચે એક ખૂબ મોટા અનશન સાથે સાથે સમર્થનની તૈયારી પણ શરૂ થઈ છે. સોનમને સ્થાનિક સંગઠનોએ સમર્થન કર્યું છે. આ આખા મામલે પ્રિયંકા ગાંધીએ પણ ન માત્ર સોનમનું સમર્થન કરીને તેમની માગને યોગ્ય ઠેરવી છે, પરંતુ આ અનશનને લદ્દાખની જનતા સાથે જોડીને રાજકીય દાવ પણ ખેલી દીધો છે. સોનમનો ગુરુવારે અનશનનો 9મો દિવસ હતો.

આ દરમિયાન સોનમ સાથે તેમના આંદોલનને સમર્થન કરનાર સ્થાનિક રહેવાસી થિનલેસ દોરજેએ જણાવ્યું કે રોજ લગભગ 1,000 લોકો અનશન સ્થળ પર આવીને સોનમના અનશનનું સમર્થન કરી રહ્યા છે. જેટલા લોકો તેમના સમર્થનમાં આવ્યા છે, એ બધા લદ્દાખના સ્થાનિક રહેવાસી અને સિવિલ સોસાયટી સાથે જોડાયેલા છે. લદ્દાખ ક્ષેત્રને ભારતીય સંવિધાનની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરવામાં આવી રહી છે. દોરજેનું માનવું છે કે, આ એ માગો છે, જેનો ભાજપે સ્થાનિક જનતાને વાયદો કર્યો હતો.

સોનમ સાથે અનશન સ્થળ પર ઉપસ્થિત લેહ લદ્દાખ હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ સંગઠનના ડિલેક્સ કહે છે કે, જે માગોને લઈને પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, તેને આખા લદ્દાખમાં સમર્થન મળી રહ્યું છે. આખા લેહ લદ્દાખમાં તેમના સંગઠન સાથે સંબંધ ધરાવતા દરેક હોટલ ગેસ્ટ હાઉસના કર્મચારીઓથી લઈને માલિક સુધી સોનમની માગોનું સમર્થન કરે છે. કેમ કે લદ્દાખમાં જ્યાં સુધી ભારતીય સંવિધાનની છઠ્ઠી અનુસૂચીને લાગૂ કરવામાં આવતી નથી, ત્યાં સુધી અહીની 95 ટકાથી વધુ વસ્તીને ન્યાય નહીં મળે.

આ જ કારણ છે કે, લેહ લદ્દાખના વિભિન્ન હિસ્સાના રહેવાસી લોકો પોતાના રાજ્ય અને લોકોની માગો માટે પ્રદર્શન કરી રહ્યા છે. લેહ લદ્દાખ બાઇક સંગઠનના તાશી લૂનડુપ કહે છે કે જે રીતે તેમના રાજ્યના લોકો આ યોગ્ય માગો માટે એકજૂથ થાય છે, તેઓ આગામી દિવસોમાં મોટા પરિણામ તરીકે સામે દેખાશે. લદ્દાખ સિવિલ સોસાયટી સાથે સંબંધ ધરાવતા સોનમ કહે છે કે 17 માર્ચે માત્ર લેહ લદ્દાખ જ નહીં, દેશ અને દુનિયામાં સોનમના અનશનનું સમર્થન કરવા માટે બધા લોકો આગળ આવી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Sonam Wangchuk (@wangchuksworld)

તેમનું કહેવું છે કે, લદ્દાખમાં વિકાસના નામ પર હવે પ્રકૃતિનું વિનાશ થઈ રહ્યું છે. દુનિયાના આ સૌથી પ્રાકૃતિક ક્ષેત્રની પરિસ્થિતિ તંત્ર પર ખરાબ અસર પડી રહી છે. સોનમ કહે છે કે આ જ કારણ છે કે પોતાની માગોને લઈને લદ્દાખની જનતા સાથે સોનમ માઇનસ 10 થી માઇનસ 15 ડિગ્રીના તાપમાનમાં અનશન પર છે. તેમની મુખ્ય 4 માગોમાં લદ્દાખ ક્ષેત્રને ભારતીય સંવિધાનની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા સાથે લદ્દાખને પ રાજ્યનો દરજ્જો આપવાનું સમલે છે. એ સિવાય લદ્દાખમાં લદ્દાખ પબ્લિક સર્વિસ કમિશન બનાવવાની માગ છે. જ્યારે ચોથી માગ આ આખા ક્ષેત્રમાં 2 લોકસભા સીટ આપવાની માગ પણ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp