PM મોદીના જન્મદિવસ પર ટ્રેન્ડ થઇ રહ્યું છે રાષ્ટ્રીય બેરોજગાર દિવસ, જાણો શા માટે

PC: cloudfront.net

આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ છે. આ અવસર પર ભાજપા પૂરા દેશમાં સેવા વીક કાર્યક્રમ ચલાવી રહ્યું હતું. ભારતમાં રાતે 12 વાગ્યાથી જ ટ્વીટર પર પ્રધાનમંત્રી મોદી ટ્રેન્ડ થવા લાગ્યા. પણ તેની સાથે જ અન્ય એક હેશટેગ જે ટ્વીટર પર ટોપ ટ્રેન્ડમાં સામેલ છે. તે છે #NationalUnemploymentDay કે રાષ્ટ્રીય બેરોજગાર દિવસ.

આ ટ્રેન્ડ દેશના અલગ અલગ રાજ્યોના પરીક્ષાર્થીઓ અને વિદ્યાર્થીઓનું સામૂહિક વિરોધ પ્રદર્શન છે. આ વિદ્યાર્થીઓ રોજગાર, પરીક્ષા અને રોકવામાં આવેલી ભરતીઓને પૂરી કરવાની માગ કરી રહ્યા છે.

વાત એ છે કે, કોરોના વાયરસ મહામારી દરમિયાન ભારતની અર્થવ્યવસ્થા ભારે સંકટનો સામનો કરી રહી છે. દેશની જીડીપીમાં પણ ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે. લોકડાઉન અને મંદીના લીધે લાખો લોકોએ નોકરીઓ ગુમાવી છે અને મોટી સંખ્યામાં લોકોનો રોજગાર ઠપ થઇ ગયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના આંકડા અનુસાર 6 સપ્ટેમ્બર વાળા અઠવાડિયામાં ભારતમાં શહેરી બેરોજગારી દર 8.32 ટકાના સ્તરે ચાલ્યો ગયો.

શા માટે વિદ્યાર્થીઓ છે નાખુશ

વધતી બેરોજગારીની સાથે સાથે વિદ્યાર્થીઓ SSC જેવી પરીક્ષાઓ નક્કી કરેલા સમયે ન થવાને લીધે અને નોકરીઓ માટે નક્કી કરેલા સમયે નિમણૂક ન થવાને લીધે પણ નાખુશ છે. પ્રતિયોગી પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા વિદ્યાર્થીઓની માગ છે કે વેકેન્સી બહાર પાડવામાં આવે અને તેમની પરીક્ષાઓ જલદી લેવામાં આવે અને તેના પરિણામ પણ જલદી આવે.

આ પહેલા પણ 9 સપ્ટેમ્બરના રોજ દેશના જુદા જુદા ભાગોમાં યુવાઓએ રાતે 9 વાગ્યે 9 મિનિટ પર ટોર્ચ, મોબાઈલ ફ્લેશ અને દીવો પ્રગટાવી સાંકેતિક રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ અભિયાનને આગળ વધારતા ઘણાં યુવા અને છાત્ર સંગઠન 17 સપ્ટેમ્બર એટલે કે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર #NationalUnemploymentDay કે #રાષ્ટ્રીય બેરાજગાર દિવસ ટ્રેન્ડ કરીને સાંકેતિક રીતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. યુવાઓના આ અભિયાનને ઘણી વિપક્ષ પાર્ટીઓ અને સંગઠનોનું પણ સમર્થન મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp