રામલલાની મૂર્તિ બ્લેક કેમ? શિલ્પકારની પત્નીએ જણાવ્યું આ પથ્થર પસંદ કરવાનું કારણ
અયોધ્યાના રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવેલી રામલલાની મૂર્તિ સામે આવ્યા બાદ કરોડો શ્રદ્ધાળુઓએ તેનું દર્શન કર્યું. રામલલાની મૂર્તિ જે કાળા પથ્થર એટલે કે કૃષ્ણ શિલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેની બાબતે ઘણા ઓછા લોકોને જાણકારી છે. તેને તૈયાર કરનારા અરુણ યોગીરાજની પત્ની વિજેતા યોગીરાજે કહ્યું કે રામલલાની મૂર્તિ બનાવવા માટે આ પથ્થરનો ઉપયોગ કરવાનું એક ખાસ કારણ છે. કૃષ્ણ શિલામાં એવા ગુણ છે જ્યારે તમે અભિષેક કરો છો એટલે કે જ્યારે તમે દૂધ પ્રતિમા પર ચઢાવો છો, તો તે તેનો ઉપભોગ કરી શકો છે. એ તમારા સ્વાસ્થ્ય પર કોઈ પ્રભાવ નાખતો નથી.
આ પથ્થરથી દૂધના ગુણોમાં કોઈ બદલાવ આવતો નથી. આ કારણે આ પથ્થરની પસંદગી કરવામાં આવી છે. કેમ કે એ કોઈ પણ એસિડ કે આગ કે પાણીથી કોઈ રીએક્શન કરતો નથી. એ આગામી 1,000 વર્ષ કરતા વધુ સમય સુધી કાયમ રહેવાનો છે. વિજેતા યોગીરાજે એમ પણ કહ્યું કે, ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપના માટે રામલલાની મૂર્તિને બનાવતા અરુણ યોગીરાજે ઋષિ સમાન જીવન શૈલી અપનાવી. મૂર્તિ તૈયાર કરવાના આખા સમય દરમિયાન અરુણ યોગીરાજે સાત્વિક ભોજન ફળ અને અંકુરિત અનાજ જેવા સીમિત આહાર સાથે 6 મહિનાનો સમય વિતાવ્યો.
અરુણ યોગીરાજે બનાવેલી રામલલાની મૂર્તિને અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપના માટે પસંદગી થવા પર ખુશી વ્યક્ત કરતા વિજેતા યોગીરાજે કહ્યું કે, અમે તેની બાબતે ક્યારેય વિચાર્યું નહોતું, પરંતુ અરુણમાં ખૂબ પ્રતિભા છે. તેમની કળાને દુનિયાભરમાં ઓળખ અને સરાહના મળવી જોઈએ. વિજેતા યોગીરાજ મુજબ, અરુણ યોગીરાજ પાંચમી પેઢીના મૂર્તિકાર છે. જેમણે 11 વર્ષની ઉંમરમાં નક્શીકામ શરૂ કરી દીધું હતું અને ત્યારથી તેઓ પોતાના પરિવારની સમૃદ્ધ પરંપરાનું પ્રતિક બની ગયા છે. વિજેતાએ ખુલાસો કર્યો કે આખા દેશના લોકો પાસેથી મળેલા જબરદસ્ત પ્રેમ અને આશીર્વાદ માટે આભાર માનતા પરિવારે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ અયોધ્યા જવાની યોજના બનાવી છે.
અરુણ મૈસૂર મહેલના કલાકારોના પરિવારથી આવે છે. અરુણ પોતાના પૂર્વજોની જેમ મૂર્તિકાર બનવા માગતા નહોતા. તેમણે વર્ષ 2008માં મૈસૂર યુનિવર્સિટીથી MBA કર્યું. ત્યારબાદ તેઓ એક ખાનગી કંપની માટે કામ કરવા લાગ્યા, પરંતુ તેમના દાદાએ ભવિષ્યવાણી કરી હતી કે અરુણ મોટો થઈને મૂર્તિકાર બનશે. 37 વર્ષ બાદ એ સાચું થયું અને અરુણ યોગીરાજે સુભાષ ચંદ્ર બોસની 30 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી જેને ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ સ્થળ પર સ્થાપિત કરવામાં આવી છે. તેની સાથે જ કેદારનાથમાં સ્થાપિત આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી પ્રતિમા પણ તેમણે બનાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp