હાથથી લખાયેલી બંધારણની કોપીને હીલિયમ ગેસ ચેમ્બરમાં કેમ રાખવામાં આવી છે?

PC: https://hindi.news18.com/

ભારતીય બંધારણની જે મૂળ કોપીને 26 નવેમ્બરે હિંદી અને અંગ્રેજીમાં સ્વીકરાવામાં આવી હતી, તે હસ્તલિખિત હતી. 72 વર્ષ પછી પણ બંધારણની આ કોપી સુરક્ષિત છે અને તે કાયમ માટે સુરક્ષિત રહે તેના માટે સંસદની લાયબ્રેરીમાં હિલયમ ગેસથી ભરેલા ચેમ્બરમાં રાખવામાં આવી છે.

એક સમયે ભારતીય બંધારણની મૂળ કોપીને ફલાલેનના કાપડમાં લપેટીને નેફ્થાલીનની ગોળીઓ સાથે રાખવામાં આવી હતી. 1994માં અમેરિકાની જેમ ભારત સરકારે પણ નક્કી કર્યું હતું કે તેને વૈજ્ઞાનિક પધ્ધિત દ્રારા તૈયાર થયેલી ગેસ ચેમ્બરમાં રાખવી જોઇએ. એના માટે ભારત સરકારે અમેરિકાની ગેટી ઇન્સ્ટિયૂટ સાથે કરાર કર્યો હતો. એ પછી ભારતની નેશનલ ફિઝિકલ લાયબ્રેરી અને ગેટીએ મળીને બંધારણની કોપીને ખાસ પ્રકારની ગેસ ચેમ્બર તૈયાર કરી હતી.

તમને સવાલ થશે કે હિલયમ ગેસ ચેમ્બર જ કેમ પંસદ કરવામાં આવ્યું? તો એનો જવાબ એ છે કે હીલિયમ એક નિષ્ક્રિય ગેસ હોય છે,તેમાં રાખવામાં આવેલી વસ્તુઓ લાંબા સમય સુધી સુરક્ષિત રહી શકે છે. હિલયમ ગેસ ન તો કોઇ ક્રિયા કરે છે કે ન તો અન્ય તત્ત્વોને ક્રિયા કરવા દે છે. નહીતર, દરેક પદાર્થ સાથે કુદરતી રીતે જૈવિક અથવા અકાર્બનિક પ્રતિક્રિયા થાય છે અને સમય જતા તે ક્ષીણ થવા માંડે છે. પરંતુ હિલિયમની સાથે બંધારણની મૂળ નકલને સાચવવા માટે વધુ કરવામાં આવે છે.

ભારતીય બંધારણ કાળી શાહીથી લખાયેલું છે. શાહીનું ઓક્સીડાઇઝ થતું હોય છે, મતલબ કે લખલી શાહીનો કલર સમય જતા ઝાંખો પડવા માંડે છે. તેથી તેને સાચા અર્થમાં ભેજ પણ આપવો પડે છે.

બંધારણની નકલ માટે  ઘન મીટર દીઠ 50 ગ્રામ  ભેજની જરૂર પડે છે તેથી હવા ચુસ્ત ચેમ્બર એવી રીતે તૈયાર કરવામાં આવી હતી કે તેમાં ભેજનું ચોક્કસ પ્રમાણ જળવાઇ રહે.

દર વર્ષે ચેમ્બરમાંથી હિલિયમ ગેસને બહાર કાઢી લેવામાં આવે છે અને ફરી નવો હિલિયમ ગેસ ભરવામાં આવે છે. આ ચેમ્બરને દર બે મહિને ચેક કરવામાં આવે છે. તેની અંદરના માહોલને સીસીટીવી દ્રારા મોનિટર કરવામાં આવે છે.

સંવિધાન સભાએ ભારતના બંધારણને 2 વર્ષ 11 મહિના અને દિવસ પછી 26 નવેમ્બર 1949ના દિવસે રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું અને 26 જાન્યુઆરી 1950થી બંધારણ અમલમાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp