રાજ્યપાલ કેમ સુપ્રીમ કોર્ટના નિશાના પર છે? 3 રાજ્યોની બબાલ, પાસ થયેલા બિલને...

PC: ndtv.com

દેશના 3 રાજ્યના રાજ્યપાલ અને ત્યાંની સરકાર વચ્ચે મનમેળ નથી એટલે રાજ્યપાલ અને સરકાર વચ્ચે ડખા ઉભા થઇ રહ્યા છે અને મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. કુંડળી માર રાજ્યપાલ સુપ્રિમ કોર્ટના નિશાના પર કેમ છે? તે જાણીએ. કુંડળી માર એક મુહાવરો છે જેનો અર્થ થાય છે, પગ જમાવીને બેસી રહેવું, ચિપકી જવું, જ્યાં છે ત્યાંથી હટવા તૈયાર ન થવું.

દેશના 3 રાજ્યો તમિલનાડુ, પંજાબ અને કેરળની સરકારો અને રાજ્યપાલો વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર નથી. રાજ્ય સરકારોનો આરોપો છે કે રાજ્યપાલ લાંબા સમયથી બિલો મંજૂર કરતા નથી જેને કારણે એ બિલ રાષ્ટ્રપતિની મંજૂરી માટે પણ મોકલી શકાતું નથી.

સરકાર અને રાજ્યપાલ વચ્ચેના વિવાદનો આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને હવે દેશની સર્વોચ્ચ અદાલત આ બિલને લઈને માર્ગદર્શિકા જારી કરી શકે છે. રાજ્યપાલોનો આ કુંડળી માર વ્યવહાર ચર્ચાનો વિષય છે. ચાલો જાણીએ કે ત્રણ રાજ્યોમાં બિલને રોકવા પર ઉભા થયેલા મતભેદોનાં કારણો શું છે.

 કેરળના રાજ્યપાલ આરિફ મોહમંદ ખાન પર આરોપ છે કે તેમણે 2 વર્ષ સુધી 8 બિલને અટકાવી રાખ્યા છે. એનું પરિણામ એ આવ્યું કે કેરળ સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. કેરળ. સરકાર વતી ભૂતપૂર્વ એટર્ની જનરલ કેકે વેણુગોપાલ હાજર થયા હતા. સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે. 2021માં વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો તરફ ઈશારો કરતા CJIએ પૂછ્યું, રાજ્યપાલ બે વર્ષ સુધી શું કરી રહ્યા હતા?' CJIએ કહ્યું કે રાજ્યપાલ જવાબદાર છે અને બંધારણ પ્રત્યે કોર્ટની ફરજ છે.લોકો અમને આ વિશે પૂછે છે.

વેણુગોપાલે દલીલ કરી હતી કે આરીફ મોહમ્મદ ખાને આઠમાંથી સાત બિલ રાષ્ટ્રપતિને મોકલ્યા હતા, જો કે આ બિલ કોઈપણ કેન્દ્રીય કાયદા સાથે વિરોધાભાસી ન હતા. કોર્ટે કેરળ સરકારને રાજ્ય દ્વારા પસાર કરાયેલા બિલોને રાષ્ટ્રપતિને મોકલવા માટે રાજ્યપાલ માટે SC દ્વારા ઘડવામાં આવેલી માર્ગદર્શિકાની માંગ કરતી તેની અરજીમાં સુધારો કરવાની મંજૂરી આપી.

પંજાબમાં આમ આદમી પાર્ટીની ભગવંત માનની સરકાર છે અને રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત છે. પંજાબમાં પણ કેરળ જેવો જ મામલો છે અને પંજાબ સરકાર પણ સુપ્રિમ કોર્ટ પહોંચી છે. વાસ્તવમાં એવું થયું કે પંજાબ સરકારે બે દિવસનું વિધાનસભા સત્ર બોલાવ્યું હતું. સત્રમાં ત્રણ ફાયનાન્સ બિલ રજૂ થવાના હતા. પરંતુ, બનવારીલાલ પુરોહિતે આ સત્રને ગેરકાયદેસર જાહેર કર્યું હતું. બિલ પણ રજૂ કરવા દેવામાં આવ્યું ન હતું. સત્ર 3 કલાક પછી સ્થગિત કરવામાં આવ્યું હતું.

પંજાબનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જો કે, રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે માન સરકારને પત્ર લખીને ખાતરી આપી છે કે તેઓ ટૂંક સમયમાં ત્રણ ફાઇનાન્સ બિલ સહિત 5 બિલ વિશે જાણ કરશે. પંજાબ સરકાર અને રાજ્યપાલ વચ્ચેની આ લડાઈમાં, SC એ પંજાબ સરકારની અરજીના સંદર્ભમાં રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને કહ્યું હતું કે, તેમની શક્તિઓનો ઉપયોગ કાયદા બનાવવા સામાન્ય પાઠ્યક્રમને નિષ્ફળ બનાવવા માટે ન કરી શકાય. કોર્ટે કહ્યુ કે પંજાબના રાજ્યપાલે જે બિલો રોક્યા છે તેના પર નિર્ણય લઇને આગળ વધવું પડશે.

તમિલનાડુમાં સ્ટાલિનની સરકાર છે અને રાજ્યપાલ તરીકે આર એન રવિ છે. તમિલનાડુમાં પણ રાજ્યપાલ અને સરકાર વચ્ચની લડાઇ બિલો રોકવા બાબતે જ છે. આ લડાઇ પણ સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી છે. આરોપ છે કે આરએન રવિ બિલમાં વધુ વિલંબ કરી રહ્યા છે. રાજ્ય સરકારનું કહેવું છે કે રાજ્યપાલ સમગ્ર વહીવટીતંત્રને સ્થગિત કરી રહ્યા છે. સરકારે તેની અરજીમાં એમ પણ કહ્યું હતું કે માફીના આદેશો, નિયમિત ફાઇલો અને નિમણૂકના આદેશો પર હસ્તાક્ષર ન કરવા, ભરતીના આદેશોને મંજૂરી આપવાનો ઇનકાર અને ભ્રષ્ટાચારના કેસોમાં મંત્રીઓ અને ધારાસભ્યો સામે કેસ ચલાવવાનો ઇનકાર, તપાસ સહિત સ્થળાંતરનો પણ સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp