ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જ લેન્ડિંગ કેમ કરવા માગે છે ISRO? કારણ જાણીને થશે ગર્વ

PC: hindustantimes.com

રશિયાના લૂના-25 અંતરીક્ષ યાન ચંદ્ર પર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયા બાદ દુનિયાની નજરો ભારતીય મિશન ચંદ્રયાન-3 પર છે. યાનનું વિક્રમ લેન્ડરના ચંદ્ર પર લેન્ડિંગ કરવાના ગણતરીના કલાકો જ બચ્યા છે. ISROએ મંગળવારે અપડેટ આપ્યું કે, ચંદ્રયાન-3 બુધવારે સાંજે દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે તૈયાર છે. ભારત દક્ષિણ ધ્રુવનો અભ્યાસ કરનારો પહેલો દેશ બનવા માગે છે. ચંદ્રમાના આ હિસ્સા પર અત્યાર સુધી કોઈ પણ મિશન ગયું નથી.

આ અગાઉ લૂના-25 યાન પણ આ અઠવાડિયે દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું હતું, પરંતુ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. સવાલ એ છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર એવું શું છે કે બધા દેશ ચંદ્રના આ હિસ્સા પર લેન્ડિંગ કરવા માગે છે? ચાલો આ આર્ટિકલમાં જાણીએ. ભારતનું મૂન મિશન વર્તમાન સમયમાં તમામ પડકારોનો સામનો કરતું ચંદ્રયાન વિસ્તાર પર વિક્રમ લેન્ડરની સોફ્ટ લેન્ડિંગ માટે યોગ્ય સમય શોધવાનું લક્ષ્ય બનાવી રહ્યું છે.

ISROનું માનવું છે કે, બધુ બરાબર રહ્યું તો 23 ઑગસ્ટની સાંજે 06:04 વાગ્યે વિક્રમ ચંદ્ર પર લેન્ડિંગ કરશે. ISROની યોજના છે કે લેન્ડિંગનું લાઈવ કવરેજ સાંજે 5:30 વાગ્યાથી જ શરૂ થઈ જશે. આખી દુનિયાને ભારતના આ મિશન સફળ થવાની રાહ છે. ISROના પૂર્વ સમૂહ ડિરેક્ટર સુરેશ નાઇકે જણાવ્યું કે, ‘ISRO હંમેશાં દરેક મિશન પર અલગ-અલગ વસ્તુ કરવાનો પ્રયાસ કરે છે. તો તે એક પહેલું છે. બીજું પહેલું ઉચિત માત્રામાં પાણી મળવાની સંભાવના શોધવું.

ચંદ્રમાના દક્ષિણી હિસ્સામાં મોટા મોટા ખાડાના કારણે ખૂબ ઊંડા અને સ્થાયી રૂપે છાયાવાળા વિસ્તાર હશે અને પછી ભૂમિની સપાટી પર સતત ધૂમકેતુઓ અને ક્ષુદ્રગ્રહોની બોમ્બમારો થતો રહે છે. આ એક પ્રકારના ખગોળીય પિંડ છે, જે દુર્ઘટનાગ્રસ્ત થઈ ચૂક્યા છે અને ચંદ્રમાની સપાટી પર બરફ અને ગાયબ કણના રૂપમાં જમા છે.’ તેમનું કહેવું છે કે, ‘આશા છે કે દક્ષિણ હિસ્સામાં જમા બરફમાં ઘણું બધુ પાણી હશે. એક અન્ય કારક એ છે કે તેની અદ્વિતીય સ્થળાકૃતિના કારણે વીજળી ઉત્પાદન સંભવ છે.

એક તરફ વિશાળ છાયાવાળું ક્ષેત્ર છે તો બીજી તરફ અનેક ટોચ છે. આ ટોચ સ્થાયી રૂપે સૂર્યના પ્રકાશમાં રહે છે એટલે નજીકના ભવિષ્યમાં માનવ કોલોની સ્થાપિત કરવાની એક લાભદાયી સ્થિતિ છે. ચીન પહેલા જ વર્ષ 2030 સુધી માનવ કોલોની સ્થાપિત કરવાનું વિચારી રહ્યું છે. ચંદ્રમા પર ઘણા બધા કિંમતી ખનીજ ઉપલબ્ધ છે. બહુમૂલ્ય ખનીજોમાંથી એક હિલિયમ-3 છે જે આપણને પ્રદૂષણમુક્ત વીજળી ઉત્પન્ન કરવામાં મદદ કરી શકે છે.’ નાઇકે એમ પણ કહ્યું કે, ‘આગામી 2 વર્ષોમાં અલગ-અલગ દેશો દ્વારા 9 મૂન મિશનોની યોજના બનાવી છે. સંયુક્ત રાજ્ય અમેરિકા અને ચીન બંને દક્ષિણી ધ્રુવ પર મિશનની યોજના બનાવી છે.'

ઉલ્લેખનીય છે કે ગત ભારતીય મિશન 2019માં ચંદ્રયાન-2 એ જ ક્ષેત્ર પાસે સુરક્ષિત રૂપે ઉતારવામાં નિષ્ફળ રહ્યું હતું. એક વખત જ્યારે ચંદ્રયાન-3 ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પાસે એક રોવર તૈનાત કરશે તો ISRO વૈજ્ઞાનિકોએ કહ્યું કે, તેઓ ચંદ્રમાની માટી અને પર્વતોની સંરચના બાબતે વધુ જાણવા માટે 14 દિવસ સુધી પ્રયોગોની એક સીરિઝ ચલાવશે. ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર બરફ અને ખનીજોનો ભંડાર હોવાની આશા છે. ભારત દક્ષિણી ધ્રુવનો અભ્યાસ કરનારો પહેલો દેશ બનવા માગે છે. ચંદ્રમાના આ હિસ્સા પર અત્યાર સુધી કોઈ પણ મિશન ગયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp