જીતી તો ગયા પરંતુ હવે કંગના અને લાલવાની સામે નવી મુશ્કેલી
ભાજપના 2 સાંસદોની સાંસદી પર સંકટ મંડરાઇ રહ્યું છે. આ બંને દિગ્ગજ સાંસદો વિરુદ્ધ સંબંધિત હાઇ કોર્ટમાં અરજી દાખલ થઇ છે. હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા સીટ અને મધ્ય પ્રદેશાં ઇન્દોર લોકસભા સીટને લઇને અરજી દાખલ કરવામાં આવી છે. બંને જ ચૂંટણીઓને હાઇ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે. મંડીથી બોલિવુડ એક્ટ્રેસ અને ભાજપના નેતા કંગના રણૌતે જીત હાંસલ કરી હતી, જ્યારે મધ્ય પ્રદેશના ઇન્દોરથી ભાજપ નેતા શંકર લાલવાની સાંસદ બન્યા હતા. બંને જ બાબતે અરજીકર્તાઓએ ચૂંટણી પરિણામ રદ્દ કરવાની માગ કરી છે.
મંડીથી ઊભા થયેલા અપક્ષ ઉમેદવાર કિન્નોરના લાયક રામ નેગીએ પોતાનું નામાંકન રદ્દ કરવા વિરુદ્ધ હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજી કરતા નેગીએ આરોપ લગાવ્યો કે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માગતા હતા અને તેમણે નામાંકન પત્ર પણ દાખલ કર્યું હતું, પરંતુ વિભાગે નક્કી સમય પર NOC ન આપ્યું, ત્યારબાદ રિટર્નિંગ અધિકારીએ તેમનું નામાંકન રદ્દ કરી દીધું. હિમાચલ પ્રદેશ હાઇ કોર્ટે મંડી સંસદીય ક્ષેત્રથી સાંસદ કંગના રણૌતને આ અરજી બાદ નોટિસ પણ આપી છે.
21 ઓગસ્ટ સુધી તેમણે કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરવાનો છે. અરજીકર્તા લાયક નેગીએ આરોપ લગાવ્યો કે, તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માગતા હતા અને તેમણે નામાંકન પત્ર પણ દાખલ કર્યું હતું, પરંતુ વિભાગે નક્કી સમય પર NOC ન આપી, ત્યારબાદ રિટર્નિંગ અધિકારીએ તેનું નામાંકન દાખલ કર્યું. ભાજપ ઇન્દોર સીટ પર 8 લોકસભા ચૂંટણી સતત જીતતી આવી રહી છે. ઇન્દોરથી સાંસદ શંકર લાલવાની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સભાપતિ જેવા મહત્ત્વપૂર્ણ પદનો કાર્યભાર સંભાળી ચૂક્યા છે. તેઓ 3 વખત કોર્પોરેટર રહ્યા.
સિંધી સમાજથી આવનારા શંકરભાઇ લાલવાની બાબતે કહેવામાં આવે છે કે તેઓ સુમિત્રા મહાજન અને શિવરાજ સિંહ ચૌહાણના નજીકના છે. મીડિયા રિપોર્ટ મુજબ, તેમની વિરુદ્ધ ઇન્દોર ખંડપીઠમાં સેનામાંથી રિટાયર્ડ ધર્મેન્દ્ર સિંહ ઝાલા દ્વારા દાખલ અરજીમાં કહેવામાં આવ્યું કે, તેમણે પણ નામાંકન દાખલ કર્યું હતું, પરંતુ તેમનું ફોર્મ રિજેક્ટ થઇ ગયું હતું, જ્યારે તેમનું બેકગ્રાઉન્ડ ચોક્સાઇવાળું છે. ભાજપે તેમનું નામાંકન ખોટી રીતે કેન્સલ કરાવી દીધું કેમ કે સામાન્ય લોકો વચ્ચે તેમને પસંદ કરવામાં આવી રહ્યા હતા. તેનું કહેવું છે કે તેમના ફોર્મ પર પણ તેમના નામથી નકલી હસ્તાક્ષર કરવામાં આવ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp