MPમાં OBC, SC અને સામાન્ય વર્ગના નેતાઓને BJPએ કેમ સોંપી કમાન? જાણો શું છે પ્લાન

PC: rediff.com

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ફરી એક વખત બધાને ચોંકાવતા એવા નામોને કમાન સોંપી છે, જેમની બાબતે કોઈએ વિચાર્યું પણ નહોતું. મધ્ય પ્રદેશમાં ભાજપે મોહન યાદવને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. તો જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લાને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે. સોમવારે ધારાસભ્ય દળની બેઠકમાં શિવરાજ સિંહ ચૌહાણ તરફથી પ્રસ્તાવ રાખ્યા બાદ સર્વસમ્મતિથી મોહન યાદવને પસંદ કર્યા છે. ભાજપે આ ત્રણ નેતાઓના માધ્યમથી એક સાથે ઘણા સમીકરણ સાધવાનો પ્રયાસ કર્યો છે.

મધ્ય પ્રદેશના ભૂગોળ અને જાતિઓની કેમેસ્ટ્રીના માધ્યમથી વર્ષ 2024 લોકસભાની ચૂંટણી અગાઉ ગણિતને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. મોહન યાદવ દક્ષિણ ઉજ્જૈનથી ધારાસભ્ય છે, જ્યારે જગદીશ દેવડા મંદસૌર અને રાજેન્દ્ર શુક્લા રીવાથી જીતીને ધારાસભ્ય બન્યા છે. આ ત્રણેય નેતાઓના માધ્યમથી ભાજપે માળવા-નિમાડથી લઈને મહાકૌશલ સુધીને સાધવાનો પ્રયાસ કર્યો છે. ભાજપે મોહન યાદવ, જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લાના માધ્યમથી વર્ષ 2024 અગાઉ જાતિગત સમીકરણને પણ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે.

એક દિવસ અગાઉ છત્તીસગઢમાં આદિવાસી ચહેરાને કમાન આપીને અહી અનુસૂચિત જનજાતિ વર્ગને ખુશ કરવાનો પ્રયાસ કર્યો, તો મધ્ય પ્રદેશમાં OBC સમાજથી આવતા મોહન યાદવને કમાન સોંપી છે. જગદીશ દેવડા અનુસૂચિત જાતિ (SC) વર્ગથી આવે છે. એ સિવાય સામાન્ય વર્ગમાંથી આવતા રાજેન્દ્ર શુક્લાને પણ નાયબ મુખ્યમંત્રી બનાવીને સવર્ણોને પણ સંતુષ્ટ કર્યા છે. ભાજપે મધ્ય પ્રદેશમાં ફરી એક વખત સંગઠન પ્રત્યે વફાદારીને મહત્ત્વ આપ્યું છે.

મોહન યાદવ, જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લા ત્રણેય જ RSSના જૂના નેતા છે અને ભાજપ માટે પણ લાંબા સમયથી જમીની સ્તર પર કામ કરતા રહ્યા છે. તેમણે પોતાના રાજકીય કરિયરની શરૂઆત ABVPથી શરૂ કરી હતી. ત્યારબાદ તેઓ RSSની ગતિવિધિઓમાં સક્રિય થઈ ગયા. માળવા વિશેષ રૂપે ઉજ્જૈનમાં તેમણે સંઘના કામ કર્યું. માળવા હંમેશાં ભાજપનું ગઢ રહ્યું છે. વર્ષ 2013ની વિધાનસભાની ચૂંટણીઓને છોડી દઈએ તો દરેક ચૂંટણીમાં આ વિસ્તારમાં ભાજપને સારો રિસ્પોન્સ મળે છે.

માળવા ક્ષેત્રથી મુખ્યમંત્રી મળવા આગામી ચૂંટણીમાં લોકોને જોડવાના નજરિયાથી ખૂબ કામ આવશે. અહી લોકસભાની 8 સીટો છે, જેના પર ભાજપે ગત વખત ક્લીન સ્વીપ કર્યું હતું. ભાજપ લોકસભાની ચૂંટણીમાં પણ પોતાના પરંપરાગત ગઢ બચાવે અને બનાવી રાખવા માગે છે. અહીથી મુખ્યમંત્રી અને જગદીશ દેવડાના રૂપમાં એક નાયબ મુખ્યમંત્રી પસંદ કરીને તેમની લોયલ્ટીની એક પ્રકારની ગિફ્ટ મળી છે. હવે ભાજપે ફરી એક વખત કેડરને એ સંદેશ આપ્યો છે કે જમીની સ્તર પર કામ કરનારા કોઈ પણ કાર્યકર્તાને ઊંચામાં ઊંચા પદ મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp