સિંહણનું નામ 'સીતા' અને સિંહનું 'અકબર' કેમ? HCએ બંગાળ સરકારને આપ્યો આ આદેશ

PC: calcuttahighcourt.gov.in

પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં 'અકબર' નામના સિંહને 'સીતા' નામની સિંહણ સાથે રાખવા પર વિવાદ થઈ ગયો છે. આ મામલો એટલો વધી ગયો કે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની બંગાળ યુનિટે તેને હિન્દુ ધર્મનું અપમાન બતાવતા કોલકાતા હાઇ કોર્ટમાં અરજી કરી દીધી. 16 ફેબ્રુઆરીએ કરેલી અરજી પર કોર્ટે 20 ફેબ્રુઆરીએ સુનાવણી કરી. કોર્ટે સિંહોના નામ બદલવાનો આદેશ આપ્યો છે. સાથે જ કોર્ટે સિંહણનું નામ સીતા રાખવા અને સિંહનું અકબર રાખવાને લઈને બંગાળ સરકાર પાસે જવાબ માગ્યો છે.

કેસ સિલિગુડી સફારી પાર્કનો છે.VHPએ આરોપ લગાવ્યો હતો કે વિશ્વ હિન્દુ પરિષદને એ વાત પર ભારે પીડા થઈ કે બિલાડી પ્રજાતિનું નામ ભગવાન રામની પત્ની સીતાનું નામ રાખવામાં આવ્યું છે. આ સિંહ-સિંહણના કપલને હાલમાં જ ત્રિપુરાના સેપાહિજલા ઝૂલોજીકલ પાર્કથી લાવવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારિઓનું કહેવું છે તેમણે સિંહોના નામ બદલ્યા નથી. 13 ફેબ્રુઆરીએ અહી આવવા અગાઉ જ તેમનું નામ રાખી દેવાયું હતું. જ્યારે VHPનું કહેવું છે સિંહોના નામ રાજ્યના વન વિભાગે રાખ્યા છે.

અકબર સાથે સીતા રાખવું હિન્દુ ધર્મનું અપમાન છે. આ કેસમાં રાજ્યના વન અધિકારીઓ અને સફારી પાર્કના ડિરેક્ટરને કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે. સિંગલ બેન્ચના જજ જસ્ટિસ સૌગત ભટ્ટાચાર્યએ પશ્ચિમ બંગાળ સરકારને કહ્યું કે, તે સિંહ-સિંહણનું કોઈ બીજું નામ આપવા પર વિચાર કરે, જેથી કોઈ પણ વિવાદને શાંત કરી શકાય. કોર્ટે કહ્યું કે, દેશમાં મોટી સંખ્યામાં લોકો સીતાની પૂજા કરે છે. તો અકબર એક કુશળ, સફળ અને ધર્મનિરપેક્ષ મુઘલ સમ્રાટ હતા.

કોર્ટે કહ્યું 'મિસ્ટર કાઉન્સિલ, શું તમે પોતે પોતાના પાળતુ પ્રાણીનું નામ કોઇ હિન્દુ ભગવાન કે મુસ્લિમ પયગમ્બરના નામ પર રાખશો? મને લાગે છે જો આપણામાંથી કોઈ પણ અધિકારી હોત તો આપણામાંથી કોઈનું નામ અકબર અને સીતા ન રાખતું. શું આપણામાંથી કોઈ રવીન્દ્રનાથ ટેગોરના નામ પર કોઈ પ્રાણીનું નામ રાખવા બાબતે વિચારી શકે છે? આ દેશનો એક મોટો વર્ગ સીતાની પૂજા કરે છે. હું સિંહનું નામ અકબરના નામ પર રાખવાનો પણ વિરોધી છું. તે એક કુશળ, સફળ અને ધર્મનિરપેક્ષ મુઘલ સમ્રાટ હતા. તમે તેનું નામ બીજલી કે એવું કંઈક રાખી શકો છો. અકબર અને સીતા જેવા નામ કેમ રાખવામાં આવ્યા?

બેન્ચે રાજ્ય સરકારને કહ્યું હતું કે, તે બતાવે કે શું વન વિભાગે ત્રિપુરાથી સિલિગુડીના સફારી પાર્કથી લાવવામાં આવેલા સિંહોને સીતા અને અકબર નામ આપ્યા છે? તેના પર એડિશનલ એડવીકેટ જનરલ (AAG) દેબજ્યોતિ ચૌધરીએ કોર્ટને જણાવ્યું કે, રાજ્યે પ્રાણીઓને કોઈ નામ આપ્યા નથી. AAGએ સ્પષ્ટ કર્યું કે નામ ત્રિપુરા પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓએ આપ્યા હતા. પ્રાણીઓનો જન્મ 2016 અને વર્ષ 2018માં થયો હતો. 5 વર્ષ સુધી કોઈ પણ આ નામોને પડકાર આપ્યો નથી, પરંતુ એક વખત જ્યારે પશ્ચિમ બંગાળ આવ્યા તો તેમણે આ વિવાદને શરૂ કરી દીધો.

તેના પર કોર્ટે કહ્યું કે, ધાર્મિક દેવતા કે ઐતિહાસિક રૂપે સન્માનિત વ્યક્તિઓના નામ પર સિંહોના નામ રાખવા સારું નથી. રાજ્ય પહેલાથી ઘણા વિવાદો જોઈ ચૂક્યું છે. આ વિવાદ એક એવી વસ્તુ છે જેનાથી બચી શકાય છે. AAGએ કહ્યું કે, તેઓ એ સુનિશ્ચિત કરશે કે સિંહોને નવા નામ આપવામાં આવે, પરંતુ તેમણે કોર્ટને અરજી ફગાવવાનો પણ આગ્રહ કર્યો. તેના પર કોર્ટે કહ્યું કે સિંહોના નામ લેવામાં આવ્યા છે. અરજીકર્તા દાવો કરી રહ્યા છે કે તેનાથી હિન્દુ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે એટલે કેસની તપાસ કરવી પડશે, પરંતુ એ એક જનહિતની અરજી તરીકે થશે.

કોર્ટે આદેશ આપ્યો કે અરજીને જનહિતની અરજીના રૂપમાં રીક્લાસિફાઇડ કરવામાં આવે અને તેને એ બેન્ચ પાસે લિસ્ટેડ કરવામાં આવે જે જનહિતની અરજીઓ પર સુનાવણી કરે છે. કોર્ટે પોતાના આદેશમાં એ પણ જોડ્યુ કે, કૃપયા વિવાદથી બચો. પોતાના અધિકારીઓને આ પ્રાણીઓના નામ બદલાવ કહો. કૃપયા કોઈ પ્રાણીનું નામ કોઈ હિન્દુ ભગવાન, મુસ્લિમ પયગમ્બર, ઈસાઈ, મહાન પુરસ્કાર વિજેતાઓ, સ્વતંત્રતા સેનાનીઓ વગેરેના નામ પર ન રાખો. સામન્ય રૂપે જે પૂજનીય અને સન્માનિત હોય છે. તેમના નામ ન આપવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp