ચૂંટણી અગાઉ મહારાષ્ટ્રમાં OBC સમુદાયે BJPની કેમ ઉડાવી ઊંઘ?

PC: facebook.com/PankajaGopinathMunde

મહારાષ્ટ્રમાં આગામી થોડા મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. એ અગાઉ અહમદનગરના કેટલાક વિસ્તારોમાં મોટા મોટા પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને પૂર્વ સાંસદ પંકજા મુંડેનો વિધાનસભાં ચૂંટણી અગાઉ રાજનીતિક પુનર્વાસ કરાવવાની માગ કરવામાં આવી છે. એક રિપોર્ટ મુજબ અહમદનગર પંગારમલમાં આખા OBC સમુદાય મહારાષ્ટ્ર તરફથી બેનર અને પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો આગામી વિધાનસભાની ચૂંટણી અગાઉ પંકજા મુંડેનો પુનર્વાસ ન કરાવવા આવે તો આખો OBC સમુદાય ભાજપ સહિત NDAના કોઈ ઘટકદળને વોટ નહીં આપે.

ભાજપના કાર્યકર્તાઓની આ માગ લોકસભાની ચૂંટણીઓમાં પંકજા મુંડેની હાર બાદ ઉઠી છે. પોસ્ટરના માધ્યમથી ભાજપના કાર્યકર્તાઓએ ભાગવત કરાડ પર પણ પ્રહાર કરતા કહ્યું કે, જે લોકો પાર્ટી અને સમાજમાં કોઈ યોગદાન આપતા નથી, તેમને રાજ્યસભા મોકલીને મંત્રી પદ આપી દેવામાં આવે છે, પરંતુ પંકજા મુંડેને છોડી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પંકજા મુંડે મહારાષ્ટ્રમાં ભાજપનો સૌથી મોટો OBC ચહેરો રહેલા ગોપીનાથ મુંડેના પુત્રી છે.

હાલની ચૂંટણીમાં ભાજપે તેમને બીડ સંસદીય સીટથી ઉતાર્યા હતા, પરંતુ શરદ પવારની NCPના બજરંગ સોનવણે સામે તેઓ ચૂંટણી હારી ગયા. આ એ જ વિસ્તાર છે, જ્યાં મરાઠા આંદોલનના કારણે હિંસા થઈ હતી. બીડથી પંકજાનું હારવું પંકજા અને ભાજપ બંને માટે ચોંકાવનારું છે. પંકજા ગોપીનાથ મુંડેના મોટા પુત્રી છે. તેમના નિધન બાદ પંકજા ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમના નાના બહેન પ્રીતમ મુંડે પિતાની પરંપરાગત સીટ બીડથી પેટાચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા.

વર્ષ 2019ની ચૂંટણીમાં પ્રીતમની જગ્યાએ પંકજાને બીડ લોકસભા સીટથી ઉતારવામાં આવ્યા, પરંતુ NCP ઉમેદવાર સામે પંકજા ચૂંટણી હારી ગયા અને બંને બહેન કોઈ પણ સદનની સભ્ય બનવાથી ચૂકી ગઈ. હવે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને એ અગાઉ રાજ્યમાં 2 રાજ્યસભા સીટ પર ચૂંટણી થવાની છે, ત્યારે પંકજાના સમર્થકો અને OBC સમુદાયના લોકોએ પંકજાના પુનર્વાસની માગ કરી છે. જાહેર છે કે તેમનો ઇશારો પંકજાને રાજ્યસભામાં એડજસ્ટ કરવા તરફ છે.

પિયુષ ગોયલ અને ઉદયનરાજ ભોંસલે લોકસભાની ચૂંટણી જીતવાથી આ સીટ ખાલી થઈ છે. એવામાં ભાજપની મુશ્કેલી વધી ગઈ છે કેમ કે 2 સીટ પર દાવેદાર ઘણા છે. નાયબ મુખયયમંત્રી અજીત પવારે પણ પોતાના પત્ની સુનેત્રા પવારની દાવેદારી ઠોકી દીધી છે. જો ભાજપે પંકજ મુંડેને રાજ્યસભામાં એડજસ્ટ ન કર્યા કે કોઈ પૂરતું આશ્વાસન ન આપ્યું તો સંભવ છે કે OBC સમુદાય ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp