ખેડૂત આંદોલનથી કેમ દૂર છે રાકેશ ટિકૈત? UPમાં ન ચાલ્યું 'દિલ્હી ચાલો'નું જોર
હજારો ખેડૂતોએ પંજાબથી દિલ્હી તરફ કૂચ કરી દીધી છે. આ ખેડૂતોની માગ છે કે લઘુત્તમ સમર્થન મૂલ્ય (MSP) પર પાક ખરીદવાની ગેરંટી આપવામાં આવે. વર્ષ 2020માં થયેલા મોટા ખેડૂત આંદોલનની જેમ તેમાં 50 કરતા વધુ ખેડૂત સંગઠન સામેલ છે, પરંતુ એક વાત ચોંકાવનારી છે અને દરેકના ધ્યાનમાં એ સવાલ આવી રહ્યો છે કે 2020માં ખેડૂત આંદોલનનો ચહેરો બનેલા રાકેશ ટિકૈત ક્યાં છે? તેઓ આ આંદોલનમાં નજરે પડી રહ્યા નથી, જે એ દરમિયાન ચહેરો બની ગયા હતા અને તેમની જ વાતને રોજ મીડિયા કવરેજ પણ મળતી હતી.
અહી સુધી કે, તેમની એક અપીલ પર પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણાના હજારો ખેડૂતોએ ગાઝીપુર અને ટિકરી બોર્ડર પર ડેરો જમાવી લીધો હતો. પછી સવાલ છે કે આ વખત રાકેશ ટિકૈત ક્યાં છે? ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2020માં તમામ ખેડૂત સંગઠનોના પ્રતિનિધત્વ માટે સંયુક્ત કિસાન મોરચાની રચના થઈ હતી. આ સંગઠનમાં ગુરનામ સિંહ ચઢૂની, જોગિંદર સિંહ ઉગ્રાહન, બલબીર સિંહ રાજેવાલ, દર્શનપાલ જેવા નેતા સામેલ છે. એ સિવાય રાકેશ ટિકૈત પણ ગાઝીપુર બોર્ડર નજીક મોરચાનું નેતૃત્વ કરી રહ્યા હતા, પરંતુ હવે પરિસ્થિતિઓ બદલાઈ ચૂકી છે.
રિપોર્ટ્સ મુજબ, સંયુક્ત કિસાન મોરચો બે ભાગમાં વહેચાઈ ચૂક્યો છે. આ સંગઠન સરકાર સાથે ખેડૂતોના મુદ્દા પર વાતચીત માટે બન્યું હતું. સરકાર અને સંયુક્ત કિસાન મોરચા વચ્ચે 11 રાઉન્ડની વાતચીત પણ થઈ અને કૃષિ કાયદા પાછા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આંદોલન સમાપ્ત થયું અને ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ સહિત અલગ અલગ રાજ્યોના ખેડૂત ઘરે જતા રહ્યા, પરંતુ વાત ત્યારે બગડી જ્યારે વર્ષ 2022માં પંજાબ વિધાનસભાની ચૂંટણી થઈ. ખેડૂતોના એક ગ્રુપે ચૂંટણી લડી, જે ઇચ્છતું હતું કે આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધન કરી લેવામાં આવે.
એક જૂથ ઇચ્છતું હતું કે, દૂર જ રહેવામાં આવે. અંતમાં બલબીર સિંહ રાજેવાલના નેતૃત્વમાં સંયુક્ત કિસાન મોરચો બન્યો અને 93 સીટો પર ચૂંટણી લડી. જો કે બધી સીટો પર તેમની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. ગયા મહિને જ બલબીર સિંહ રાજેવાલના નેતૃત્વમાં એ 5 સંગઠનોએ સંયુક્ત કિસાન મોરચામાં વાપસી કરી લીધી, જેમણે ચૂંટણી લડી હતી. છતા મતભેદ સમાપ્ત ન થયા. આ વખતના આંદોલનનું નેતૃત્વ જગજીત સિંહ ડલ્લેવાલ કરી રહ્યા છે અને તેમણે એક તરફી જ દિલ્હી કૂચની જાહેરાત કરી.
એ સિવાય નવા સંગઠન કિસાન મજૂર સંઘર્ષ સમિતિના મુખિયા સરવન સિંહ પંઢેર પણ આંદોલનનો ચહેરો બન્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જૂના નેતાઓને ભરોસામાં લેવામાં આવ્યા નથી. સમાચાર છે કે ખેડૂત નેતાઓ વચ્ચે ફંડની હેરાફેરી, વિદેશી ફંડિંગ જેવા ઘણા મુદ્દાઓ પર મતભેદ છે. જૂના નેતાઓમાંથી ઘણા લોકોનું કહેવું છે કે તેઓ આ આંદોલનનો હિસ્સો નથી. તો કેટલાક નેતાઓએ વેઇટ એન્ડ વોચની રણનીતિ અપનાવી રાખી છે. આ બાબતે પૂછવામાં આવતા ગુરનાં સિંહે કહ્યું કે, મને કોઈ નિમંત્રણ મળ્યું નથી.
મારી પાસે આ આંદોલન બાબતે કોઈ સૂચન લેવામાં આવ્યું નથી. કેટલાક સંગઠનોએ પોતાના સ્તર પર આ નિર્ણય લીધો છે. સંયુક્ત કિસાન મોરચાએ નિવેદન જાહેર કર્યું છે કે અમે હિસ્સો નહીં લઈએ અને આ ખોટી રીત છે. જે સંગઠનોએ આ આંદોલનથી દૂરી બનાવી છે તેમાં ભારતીય કિસાન યુનિયન (ચઢૂની), ભારતીય કિસાન યુનિયન (ટિકૈત), ભારતીય કિસાન યુનિયન (એકતા ઉગ્રાહન) સામેલ છે. એકતા ઉગ્રાહન ગ્રુપનું તો કહેવું છે કે તેઓ પંજાબ સરકાર વિરુદ્ધ 24 ફેબ્રુઆરીથી ચંડીગઢમાં આંદોલન કરશે. એ સિવાય હરિયાણા અને ઉત્તર પ્રદેશના તમામ ખેડૂત આંદોલન પણ તેનાથી દૂર છે. આ કારણે અત્યારે ઉત્તર પ્રદેશ અને હરિયાણા નજીક દિલ્હી બોર્ડર પર હાલમાં કોઈ વધુ તણાવ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp