હાઇકોર્ટ કેમ કહ્યું- મરજીથી તલાક લેનારી મહિલાને પતિ પાસે ભરણપોષણ મેળવવાનો હક નથી

PC: hindustantimes.com

પોતાની મરજીથી તલાક લેવા પર મુસ્લિમ મહિલાને પતિ તરફથી ભરણપોષણ મેળવાવનો કેમ નથી? આની પર કેરળ હાઇકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે.

એક કેસની સુનાવણી દરમિયાન કેરળ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે જો કોઈ મુસ્લિમ મહિલા પોતાની મરજીથી તલાક લે છે તો તે તેના પતિ પાસેથી ભરણપોષણ મેળવવાની હકદાર નથી. કોર્ટે કહ્યું કે તે CRPCની કલમ 125 હેઠળ ભરણપોષણ મેળવી શકે નહીં.

જો કોઈ મુસ્લિમ મહિલા પોતાની સંમતિ અને સ્વતંત્ર ઈચ્છાથી તલાક લે તો તેને ઈસ્લામિક પ્રથામાં 'ખુલા' કહેવામાં આવે છે.

Live Lawના રિપોર્ટ અનુસાર, મહિલાએ પહેલા ભરણપોષણ માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. તેણે પોતાના માટે દર મહિને 15 હજાર રૂપિયા અને બાળક માટે 12 હજાર રૂપિયાની માંગણી કરી હતી.

મહિલાએ દાવો કર્યો હતો કે તે ડિસેમ્બર 2018 સુધી તેના પતિ સાથે રહેતી હતી. પરંતુ બાદમાં તેણીએ તેના પતિ પર લગ્નેતર સંબંધ હોવાનો આરોપ લગાવીને તેનાથી અલગ થઈ ગઈ હતી. મહિલાએ કહ્યું કે 27 મે 2021ના રોજ તેણે 'ખુલા' દ્વારા તલાક આપ્યા હતા.

પતિએ દાવો કર્યો હતો કે તે પોતાનો બિઝનેસ કરતો હતો અને જ્યારે બિઝનેસમાં પોતાને નુકશાન ગયું ત્યારે ડિસેમ્બર 2018માં તેની પત્ની અલગ થઇ હતી. પતિએ પણ પત્ની પર લગ્નેત્તર સંબંધનો આરોપ લગાવ્યો હતો.

ફેમિલી કોર્ટેને જણાયું કે પતિ પાસે પત્ની પર લગ્નેત્તર સંબંધના આરોપના કોઇ પુરાવા નથી. ફેમિલી કોર્ટે પત્ની અને બાળકોને 10-10 હજાર રૂપિયા ભરણપોષણ ચૂકવવાનો આદેશ કર્યો હતો.

કેરળ હાઇકોર્ટના જજ એ. બદરુદ્દીને કહ્યુ કે, જ્યારે પત્ની ‘ખુલા’ હેઠળ તલાક આપે છે તેનો મતલબ એ છે કે તે પતિ સાથે રહેવાની મનાઇ કરી રહી છે એટલે CRPCની કલમ 125 (4) મુજબ ભરણપોષણ મેળવવવાને હકદાર નથી.

કોર્ટે કહ્યું હતું કે તલાક લેનાર મુસ્લિમ મહિલા તેના પતિ પાસે જ્યાં સુધી તે ફરીથી લગ્ન ન કરે ત્યાં સુધી ભરણપોષણની માંગ કરી શકે છે, પરંતુ તલાક માટે નક્કર કારણ હોવું જોઇએ.

કોર્ટે કહ્યુ કે, જો તે કોઈ અન્ય સાથે રહેતી હોય અથવા કોઈ કારણ વગર તેના પતિથી અલગ રહેતી હોય અથવા પરસ્પર સંમતિ સાથે અલગ રહેતી હોય તો CRPCની કલમ 125(4) હેઠળ, કોઈ પણ તલાક લેનાર મહિલા તેના પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર નથી.

જો કે, કોર્ટે કહ્યું કે બંને વચ્ચે 2019માં કેસ શરૂ થયો હતો અને બંને ડિસેમ્બર 2018 સુધી સાથે હતા. જ્યારે ખુલા 27 મે 2021થી લાગુ થયો છે. તેથી, પત્નીને 7,000 રૂપિયાનું ભરણપોષણ ભથ્થું મળશે અને બાળકને 27 મે 2021 સુધી દર મહિને 10,000 રૂપિયા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp