દેશના 51મા CJI સંજીવ ખન્નાનો કાર્યકાળ માત્ર 7 મહિનાનો જ કેમ રહેશે?
દેશના 50મા ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા (CJI)નો કાર્યકાળ 10 નવેમ્બરે પુરો થઇ ગયો છે અને 11 નવેમ્બરથી 51માં ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાનો પદભાર જસ્ટીસ સંજીવ ખન્નાએ સંભાળી લીધો છે, પરંતુ તેમનો કાર્યકાળ માત્ર 7 મહિનાનો જ રહેવાનો છે. એમના પછી જે 52માં CJI બનવાના છે તેમનો કાર્યકાળ પણ 6 મહિનાનો જ રહેશે.
જસ્ટીસ સંજીવ ખન્ના 13 મે 2025ના દિવસે નિવૃત થઇ રહ્યા છે એટલે તેમનો કાર્યકાળ માત્ર 7 મહિનાનો રહેશે. તેમના પછી 52મા CJI બનનારા જસ્ટીસ ભૂષણ રામકૃષ્ણ ગવઇ નવેમ્બર 2029માં નિવૃત થઇ રહ્યા છે, એટલે તેમનો કાર્યકાળ મે 2025થી નવેમ્બર 2025 સુધીનો જ રહેશે.
જસ્ટીસ સંજીવ ખન્નાને 18 જાન્યુઆરી 2019ના દિવસે સુપ્રીમ કોર્ટના જજ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું અને તેઓ અનેક મહત્ત્વના ચુકાદામાં સામેલ હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp