પ્રેમ, લગ્ન અને દગો, બેવફા પતિને પાઠ ભણાવવા પત્ની ઓરિસ્સાથી બિહાર આવી

PC: aajtak.in

પ્રેમમાં દગો મળ્યા બાદ એક મહિલા તેના પતિને પાઠ ભણાવવા ઓડિશાથી બિહારના જમુઈ પહોંચી ગઇ છે. જ્યારે તેના પતિની શોધમાં જમુઈ પહોંચેલી મહિલાની ફરિયાદ ચકાઈ પોલીસ સ્ટેશનમાં સાંભળવામાં ન આવી તો મહિલાએ સીધો જ SPને ફોન કરીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. હવે SPના આદેશ બાદ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

ઓડિશાથી હજારો કિલોમીટર દૂર ચાલીને બિહાર પહોંચેલી બાસુમતી નામની મહિલાએ પોતાની દુખ બતાવ્યું હતું. મહિલાએ કહ્યું કે જમુઈના એક વ્યક્તિએ પહેલા તેની સાથે પ્રેમ કરવાનું નાટક કર્યું પછી લગ્ન કર્યા અને તેને છોડીને તેના ગામ ભાગી આવ્યો છે. હવે પાઠ ભણાવવા તેના પતિના ગામમાં આવી છે.

જાણવા મળેલી માહિતી મુજબ,ઓડિશાની રહેવાસી બાસુમતી બેંગલુરુમાં એક કંપનીમાં કામ કરતી વખતે જમુઈના બાટપર ગામના રહેવાસી રોશન કુમાર સિન્હા સાથે મુલાકાત થઇ હતી. બાસુમતી તેની એક સખી સાથે બેંગલુરુમાં એક કંપનીમાં કામ કરતી હતી અને રોશન નજીકમાં જ એક સંબંધી સાથે રહેતો હતો.

એક જ કંપનીમાં સાથે કામ કરવાને કારણે બાસુમતી અને રોશન નજીક આવ્યા અને બંને પ્રેમમાં પડ્યા હતા. એક દિવસ રોશનનો સંબંધી સાથે ઝગડો થયો અને સંબંધીએ રોશનને ઘરમાંથી કાઢી મુક્યો હતો.

એ પછી રોશને બાસુમતીને તેની સાથે 15 દિવસ રહેવાનો આગ્રહ કર્યો હતો. શરૂઆતમાં ઇન્કાર કરનારી બાસુમતીએ પછી રોશનનો પોતાની સાથે 15 દિવસ રહેવાની પરવાનગી આપી હતી.

એ પછી વર્ષ 2016માં બાસુમતી અને રોશને લગ્ન કરી લીધા હતા. 6 વર્ષ થે રહ્યા પછી 23 સપ્ટેમ્બર 2023ના દિવસે રોશન બાસુમતીને છોડીને બિહારમાં પોતાના ગામ આવી ગયો હતો.

એ પછી બાસમુતીની રોશન સાથે ફોન પર વાત કરી હતી તો રોશને કહ્યુ કે હવે હું પાછો આવવાનો નથી અને બાસમુતીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

બાસુમતીએ કહ્યું કે આ દરમિયાન રોશને ઘર બનાવવાના નામ પર તેણી પાસેથી ઘણાં રૂપિયા લીધા હતા. એટલું જ નહીં બંનેના નામ પર લોન પણ લીધી હતી, જેના શરૂઆતના હપ્તા રોશને ભર્યા પછી બંધ કરી દીધા હતા. એટલે હપ્તાની રકમ હવે બાસુમતીએ ભરવી પડે છે.

હવે પોતાના પતિ રોશનને પાઠ ભણાવવા માટે બાસુમતી ઓડિશાથી બિહાર આવી છે અને પોલીસ પાસે ન્યાયની માંગ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp